તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
ચોટીલાના ભેટસુડાના મહેશ ગાબુએ રાજકોટમાં એસિડ પી આપઘાત કર્યો
સામા કાંઠે ઇમિટેશનના કારખાનામાં કામ કરતો હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૬: ચોટીલા તાબેના ભેટસુડા ગામના યુવાને રાજકોટમાં એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ યુવાન સામા કાંઠે ઇમિટેશનના કારખાનામાં મજૂરી કરતો હતો અને રહેતો હતો. કારખાનામાં જ ેતેણે આ પગલુ ભર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ ભેટસુડાનો વતની મહેશભાઇ વલ્લભભાઇ ગાબુ (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા. ૪/૧૦ના રોજ સંત કબીર રોડ શક્તિ સોસાયટી-૨ દિનેશ પ્રિન્ટ પાછળ જયશ્રી ઇમિટેશન નામના કારખાને હતો ત્યારે એસિડ પી જતાં સારવાર હેઠળ હતો. તેનું સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.આપઘાત કરનાર મહેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો તથા અપરિણીત હતો. તે રાજકોટ રહી ઇમિટેશનનું કામ કરતો હતો. આપઘાત કયા કારણોસર કર્ર્યો તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૫)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
