News of Thursday, 16th October 2025
મેંદરડાના સમઢીયાળા ગામના યુવાનનો આપઘાત
બીમારીના કારણે સેલ્ફોસનો પાવડર પી જતા પ્રેમસરાના યુવાનનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામના મુકેશભાઇ મોહનભાઇ કોટડીયા ઉ.વ.૪૫ નામના યુવાને ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર સમઢીયાળા ગામની સીમમાં કનકાઇ માતાજીના મંદીર પાસે આવેલ પોતાની વાડીએ ગુંદાના ઝાડમાં દોરી બાંધી પોતે પોતાની મેળે ગળેફાંસો ખાઇ લીધો હતો.
આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી યુવાનના આપઘાત પાછળનું કારણ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વિજયભાઇ દુર્લભભાઇ વાછાણી ઉ.વ. ૪૪ નામના યુવાને માનસીક બીમારીના કારણે પોતાની મેળે સેલ્ફોસનો પાવડર પી જતા તેનું જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મળત્યુ નિપજ્યું હતું.(૨.૮)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
