તા. ૨૮ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૨ મંગળવાર
News of Thursday, 16th October 2025
મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે કરે છે ખેતી
કોઠાસુઝ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે જેમાં ખેડૂતો બેસી અવરજવર કરે છે

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૧૬: તાલુકાના મજેઠી ગામના દસેક ખેડૂત ખાતેદાર ભાદર નદી કાંઠે આવેલ હોઈ ભાદર નદી ઉપર ચેક ડેમ બનેલ હોવાથી પાણી ખેતર જવાનાં રસ્તા ઉપર ફરી વળતા હોઈ છે જેના પરિણામે સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરમા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થાય છે ત્યારે અહીંયાના ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી અને દેશી જુગાડ કરીને એક દેશી લિફ્ટ બનાવી પોતાના ખેતરમા ખેતી કરવા માટે અને જવા માટેનો જીવના જોખમનો એક વિકલ્પ શોધી કાઢયો છે અને જીવના જોખમે આ પ્રકારની સવારી અને પરિવહનથી ભયભીત અને મજબુર ખેડૂતોની ક્રોજવે કમ પુલ બનાવવા આવે તેવી માંગ ઉઠી છે.
ખેડૂતો છેલ્લા દસ વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભાદર નદીની બાજુમા ખેડૂતોના ખેતર આવેલ હોવાથી ભાદર નદી ઉપર ચેક ડેમ બનાવતા નદીનુ પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના માર્ગમા ભરાઈ જતું હોય છે જેથી દસેક ખેડૂત ખાતેદારની હાલત કફોડી બની છે અને ખેડૂતો પોતાના ખેતરમા જઈ સકતા ન હોવાથી કોઠા સુજ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી છે જેમાં ખેડૂતો પોતે બેસી પોતાના ખેત ઓજાર, સાધનો, દેશી લિફ્ટમા અવર જવર કરે છે.
ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીંયા આ પ્રકારનો જુગાર કરવો અને જીવનો જોખમ લેવું ફરજિયાત અને મજબૂરી છે ત્યારે અહીંયા ખાટલાનો અને દોરીનો જુગાડ કરી દોરડાની મદદથી ખેંચવામાં આવે છે અને દોરડાની મદદથી રવાના કરી દેવામાં આવે છે જેમાં માલનું પરિવહન થોડા થોડા કરીને સ્થળાંતરિત કરવામાં આવે છે જ્યારે કોઈ ચીજ વસ્તુઓ આદાન-પ્રદાન કરવી હોય તો પણ આજ જુગાડનો અને જીવના જોખમનો ઉપયોગ કરીને સ્થળાંતરિત થવું પડે છે.
અહીંયા જોવામાં આવેલા દ્રશ્યો પરથી તારણ કાઢી શકાય છે કે સરકાર ખેડૂતોની કેવી ચિંતા અને માંગણીઓ સંતોષે છે તે આ ઉદાહરણ પરથી જોઈ શકાય છે ત્યારે અહીંયા ના દ્રશ્યો પરથી એક વસ્તુ એ પણ નક્કી કરી શકાય છે કે અહીંયા પરિવહન અને માલ સામાનની હેરાફેરી દરમિયાન જો કોઈ અકસ્માત સર્જાય તો જાનનું જોખમ પણ ઊભું થઈ શકે છે પરંતુ પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે ખેડૂતો અને ખેત મજૂરો જીવનું જોખમ લેવા મજબૂર બની રહ્યા છે ત્યારે હવે આ મામલે સરકારને તંત્ર જાગે છે કે પછી કોઈ અકસ્માત બને તેની રાહ જોઈ રહ્યો છે તે તો આવતા સમયની અંદર જ આ અહેવાલ પછી ખ્યાલ આવશે.(૨.૪)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
