તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 16th October 2025
સોમનાથ મહાદેવ સાનિધ્યે પંચ દિવસીય ‘‘સોમનાથ સાંસ્કૃતિક મહોત્સવ''નું સમાપન

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય) પ્રભાસ-પાટણ તા. ૧૬: સોમનાથ મહાદેવ સાનિધ્યે સોમનાથ ચોપાટી ઉપર યોજાયેલ ‘‘સોમ તીર્થ સાંસ્કૃતિક મહોત્સવ''નું નૃત્ય-કલા શાસ્ત્રીય વાદન-ગાયનના રસથાળ સાથે સમાપન થયું છે.
સોમનાથ ટ્રસ્ટ અને મુંબઇના પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને સંસ્કાર ભારતી-ગીર સોમનાથના સંયુકત સંયોજનથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવા અને તેની જાળવણી તથા ભારતીય શાસ્ત્રીય સંગીતનો સતત વિકાસ થાય તેવા શુભ હેતુથી સમગ્ર ભારતભરમાંથી ૧૦૦ ઉપર કલાકારોએ ભાગ લઇ પોતાની કલા રજુ કરી હતી.
કાર્યક્રમ સમાપન પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને પત્રકાર ભાસ્કર વૈદ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મુંબઇ પટેલ કલ્ચરલના એમ. કે. પટેલ, સોમનાથ ટ્રસ્ટ સંસ્કાર ભારતીના સુરૂભા જાડેજા, જીજ્ઞેસ પટેલ, હેતલ ચાંદેગરા, પારૂલબહેન, કીર્તીબહેન વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમારે પણ આ મહોત્સવમાં ઉપસ્થિતિ રહી હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
