<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

વાંકાનેર ખાતે કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી

૩૦૦ મણ મગફળી ખરીદવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત

વાંકાનેરઃ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા પૂર્વ ધારાસભ્‍ય મહંમદજાવેદ પીરજાદાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, જિલ્લા પંચાયત સભ્‍ય કરસનભાઈ લુંભાણી, નારણભાઈ કેરવાડિયા, આબિદભાઈ ગઢવારા, જશુભાઈ ગોહિલ, દાનાભાઈ, ડો. રૂકમુદીન માથકીયા, ફારુકભાઈ કડીવાર, ગનીભાઈ પટેલ, મૂળજીભાઈ રાઠોડ, વાલજીભાઈ, એહમદભાઈ, ઉસ્‍માનભાઈ સહિતના ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્‍વની રજૂઆત કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રાજ્‍ય સરકાર દ્વારા વાંકાનેર પંથકના ખેડૂતો પાસેથી ૩૦૦ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અથવા રજીસ્‍ટ્રેશન દીઠ ખેડૂતોને રૂ.૧,૩૫,૦૦૦ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.(૨.૨)

(11:35 AM IST)