News of Thursday, 16th October 2025
મેખાટીંબી ગામે BSNLના ટાવરના કેબલ ચોરી કરનાર જામનગરનો શખ્સ ઝબ્બે

ઉપલેટા તા. ૧૬: ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીની ફરિયાદ અંગે સૂચના અનુસાર રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની રૂરલ એલસીબી ટીમ દ્વારા તપાસ ચાલી હતી તે દરમિયાન હકીકતના આધારે ત્રીજી મોબાઈલ ટાવરના સીમકાર્ડ અને બેટરી સહિત રૂા. ૪,૯૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે અક્ષય રાજુભાઈ પરમાર નામના જામનગર જિલ્લાના ૨૭ વર્ષીય એક વ્યક્તિને પકડી પાડવામાં આવેલ અને આ ઝડપાયેલા વ્યક્તિને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.
આ બાબતમાં પંકજ ઉર્ફે પકો મુકેશભાઈ ચુડાસમા લાલો વિનુભાઈ પરમાર તેમજ ભરત રાજુભાઈ મકવાણા નામના ત્રણ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેમાં આ ત્રણેય વ્યક્તિઓની શોધખોળ હાથ કરી છે ત્યારે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી એક છોટાહાથી વાહન નંબર GJ-10-TY-1467, કોપર કેબલ વાયર સળગાવેલ ૩૦ કિલો અને ત્રીજી મોબાઈલ ટાવરના એલ્યુમિનિયમની ધાતુ કાર્ડ ત્રીજીના ત્રણ નંગ અને સાથે જ બેટરી સહિત કુલ રૂપિયા ૪,૯૫,૫૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે.
મેખાટીંબી ઝડપાયેલા વ્યક્તિઓ દ્વારા આજથી ૨૦ એક દિવસ પહેલા પોતાના મિત્ર સાથે છોટા હતી લઈને ગામમાં BSNL ટાવર પાસે મોડીરાત્રીના જઈ ત્યાં ટાવરની બારોબાર કોપર અને કેબલ વાયર આશરે ૧૦૦ મીટર તથા એલ્યુમિનિયમના કાર્ડ ત્રણ નંગ જેટલા અને એક બેટરી સહિતની ચીજ વસ્તુઓ ચોરી કરી ગયેલ જેમાં ઝડપાયેલા વ્યક્તિ પાસેથી અન્ય જગ્યા ઉપરથી પણ ચોરી જેવા બનાવને અંજામ આપવામાં આવ્યો ત્યારે ઝડપાયેલા અક્ષય પરમાર નામના વ્યક્તિ સામે અન્ય પાંચ જેટલા ગુના જામનગર, બાબરા, ભાડલા, કાલાવડ ગ્રામ્ય, શેઠ વડાળા અને સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
