<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સુત્રાપાડામાં આંગણવાડી બહેનોને પૂરતું વેતન ચૂકવવા માંગણીઃ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા રજૂઆત

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા. ૧૬: મહિલા અને બાળ વિકાસ વિભાગ સમક્ષ સુત્રાપાડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા બાબતે આવેદન આપવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, નામદાર ગુજરાત હાઇકોર્ટના ડિવિઝન બેન્‍ચે LPA નં.૩૬૩/૨૦૨૫ માં તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ અંતિમ હુકમ આપ્‍યો છે, જેમાં રાજ્‍ય સરકારને આદેશ આપવામાં આવ્‍યો છે કે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને હાલ મળતા માનદ વેતન ઉપરાંત રૂ. ૧૪,૮૦૦/- લઘુતમ વેતન રૂપે ચૂકવવામાં કરવામાં આવી હતી.  જેની અમલ તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ગણાશે અને ચુકવણી છ માસની અંદર પૂર્ણ કરવામાં આવે. આ હુકમના અનુસંધાનમાં સુત્રાપાડા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા સુત્રાપાડા મામલતદારને રજૂઆત કરી છે.(૬.૬)

(11:40 AM IST)