<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

દિવાળી સમયે દ્વારકામાં હોટેલ્‍સ હાઉસફૂલ

ઓખા મંડળમાં પ્રવાસીઓનો સેલાબラહોટેલના ભાવ આસમાને બેટ સુદર્શન સેતુ, દ્વારકા જગત મંદિર, શિવરાજપુર બ્‍લુ ફલેગ બીચ, નાગેશ્વર જ્‍યોર્તિલિંગ, ઓખા માઢી બીચ, ગોપી તળાવ અને મોમાઈ બીચના કારણે પ્રવાસીઓનો ભારે વંટોળ

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) (ઓખા) તા., ૧૬: દ્વારકા, ラ દિવાળી વેકેશન દરમિયાન દ્વારકાધીશના પાવન ધામ અને ઓખા મંડળના વિવિધ ધાર્મિક તથા પર્યટન સ્‍થળોએ પ્રવાસીઓનો સેલાબ જોવા મળી રહ્યો છે. બેટ સુદર્શન સેતુના આકર્ષક નજારાં, દ્વારકા જગત મંદિરના પાવન દર્શન, શિવરાજપુર બ્‍લુ ફલેગ બીચની સુંદરતા, નાગેશ્વર જ્‍યોર્તિલિંગનું મહાત્‍મ્‍ય તથા ઓખા માધી બીચ, ગોપી તળાવ અને મોમાઈ બીચ જેવા સ્‍થળોની કુદરતી સૌંદર્યતાએ પ્રવાસીઓને આકર્ષ્‍યા છે.

આ વધતા પ્રવાસનને કારણે દ્વારકા અને ઓખા વિસ્‍તારની તમામ હોટેલ્‍સ, ધર્મશાળા અને ગેસ્‍ટ હાઉસિસમાં રૂમ્‍સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. સામાન્‍ય હોટેલથી લઈ ૫-સ્‍ટાર સુવિધાઓ ધરાવતી હોટેલ્‍સ સુધીના રૂમ્‍સ પૂર્ણ બુક થઈ ગયા છે. ઘણા પ્રવાસીઓને તો રહેવાની જગ્‍યાની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

હોટેલ ઉદ્યોગકારોના જણાવ્‍યા અનુસાર, દિવાળી અને નવા વર્ષની રજાઓને કારણે રૂમના ભાડામાં પણ ભારે વધારો નોંધાયો છે. સામાન્‍ય દિવસોની તુલનામાં ભાડું ૨ થી ૩ ગણું વધી ગયું છે.

દ્વારકા અને ઓખા મંડળના ધાર્મિક તથા નૈસર્ગિક સ્‍થળોની લોકપ્રિયતા સાથે સુદર્શન સેતુ જેવી આધુનિક સુવિધાઓ પણ પ્રવાસન માટે વિશેષ આકર્ષણ બની છે. વધતા પ્રવાસીઓના કારણે સ્‍થાનિક વેપારીઓ, પરિવહન વ્‍યવસાયિકો અને હોટેલ ઉદ્યોગમાં ખુશીની લહેર છવાઈ છે.

(11:41 AM IST)