News of Thursday, 16th October 2025
જસદણના બહેનો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન

જસદણઃ ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પોતાની વરણી બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાત કરી હતી આ અવસરે સૌરાષ્ટ્રભરના ટોપ થી લઈ બોટમ સુધીના ભાજપના સૈનિકો ઉપસ્થિત રહ્યાં હતાં આ મહામૂલા અવસરને દીપાવવા જસદણથી પણ બહોળી સંખ્યામાં બહેનોએ પણ રાજકોટ જઈ વિશ્વકર્મા પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કરી પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા દરમિયાન જસદણ નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ જણાવ્યું હતું કે પબ્લિક સાથે ડાયરેક કનેક્ટ બનાવતાં જગદીશભાઈ વિશ્વકર્માનું પોતાની મરજી મુજબ પુસ્તકોનું સન્માન સહર્ષ સ્વીકાર કર્યો હતો જેનો અમને બહેનોને આનંદ છે અમો જસદણથી આવ્યાં પણ થાક બિલકુલ નહિવત રહ્યો ઉલ્ટાનું તેઓને મળી એક ખુશી મળી જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠનમાં કાર્યક્ષમતા વધી જશે તેનો સીધો લાભ ગુજરાતની જનતાને મળશે (તસ્વીરઃ અહેવાલઃ હુસામુદીન કપાસી- હિતેશ ગોસાઇ - જસદણ)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
