<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ભાવનગરમાં સસ્‍તા અનાજના દુકાનદાર એસો.ની કારોબારી યોજાઇઃ પડતર પ્રશ્નો અંગે સરકાર સામે ‘આરપાર'ની લડાઇ

સરકાર એસ્‍મા લાગુ કરે કે ધરપકડ કરે તો પણ લડી લેવા અંગેનો ઠરાવ ુભાવનગરના FPS સંચાલક ધર્મેન્‍દ્રસિંહ ઝાલાને નિવૃત વિદાયમાનઃ પ્રશ્નો અંગે અનેક સૂચનો

રાજકોટ, તા. ૧૬: તાજેતરમાં ભાવનગર ખાતે ગ્રાન્‍ડ ફૌજી રેસ્‍ટોરન્‍ટમાં ભાવનગર શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ચિરંજીવી ધર્મેન્‍દ્રસિંહજી ઝાલા નો વિદાય સમારંભ તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન ની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ભાવનગર શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી સુરેન્‍દ્રસિંહ વેગડ દ્વારા આ કાર્યક્રમમાં મહેમાનોને આવકારવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ કારોબારી સભ્‍યોનું અને આમંત્રિત મહેમાનોનું સ્‍વાગત સન્‍માન અને આગેવાનો ની સ્‍પીચનો દોર શરૂ થયો હતો છેલ્લે ભાવનગર શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના ઉપપ્રમુખશ્રી કર્મરાજસિંહ ચુડાસમા દ્વારા આભાર પ્રવચન કરવામાં આવ્‍યું હતું.

રાજ્‍ય એસોસિયેશનની કારોબારી બેઠક યોજવામાં આવી હતી આ કારોબારી બેઠકની અંદર હાજર રહેલા તમામ સભ્‍યોએ વેપારીભાઈની સમસ્‍યાઓ ઉજાગર થાય એ માટે પોતાનું વક્‍તવ્‍ય આપ્‍યું હતું અને ત્‍યારબાદ ઉપસ્‍થિત બધા કારોબારી સદસ્‍યશ્રી દ્વારા આવનારા સમયમાં કેવા પ્રકારની રણનીતિ ઘડવી એ માટે રાજ્‍યના પ્રમુખશ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજા ને સર્વસત્તા માટે નિયુક્‍ત કર્યા હતા આ બેઠક ના અંતમાં સરકાર સામે વેપારીભાઈઓના મહત્‍વના પ્રશ્નો માટે આરપારની લડાઈ લડી લેવી જોઈએ એવો અભિપ્રાય થય રહ્યો હતો આ લડાઈ દરમિયાન અધિકારીઓનું કે સરકાર નું પ્રેશર આવે તો આ દબાણ થી વિચલિત થયા વગર એસ્‍મા કે ધરપકડ સુધીના પગલાંઓ લેવામાં આવે તો પણ વેપારીભાઈઓએ આરપારની લડાઈ લડી લેવી જોઈએ એવું પણ નક્કી કરવામાં આવ્‍યું હતું.

એસોસિયેશન કારોબારીના સદસ્‍યઓ દ્વારા વારાફરતી એક પછી એક એમ દરેકે વર્તમાનમાં વ્‍યાજબી ભાવની દુકાન ચલાવવામાં ઉદભવતી સમસ્‍યાઓ વિશે પોતાનો અભિપ્રાય રાખ્‍યો હતો અને આ સમસ્‍યાઓ ના સમાધાન માટે આવનારા સમયમાં સરકાર સામે આ માંગણીઓ મૂકી અને વેપારીભાઈઓને પોતાના હકો મેળવવા માટે જે પણ કરવાનું થાય એ માટેનું ચિંતન કર્યું હતું ત્‍યારબાદ રાજ્‍ય પ્રમુખશ્રી દ્વારા દરેક સદસ્‍યશ્રીઓના સૂચનોનો આવકાર કરી અને આ સમસ્‍યાઓના સમાધાન માટે શું કરવું જોઈએ તે માટે તેઓએ માર્ગદર્શન આપ્‍યું હતું અને છેલ્લે ગાંધીનગર ખાતે સત્‍યાગ્રહ છાવણીના કાર્યક્રમોનું આયોજન કરવું કે વિતરણથી અડગા રહી અને આ માંગણીઓ માટે સરકારને પડકાર આપવો અથવા તો એકવાર સરકાર સાથે આરપાર ની લડાઈ લડીને આપણી  ગંભીર સમસ્‍યાઓનું પરિણામ લઈ આવવું એવા જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ત્‍યારે બેઠકમાં ઉપસ્‍થિત સર્વે દ્વારા બહુમતીથી એવું નક્કી કરવામાં આવ્‍યું કે રાજ્‍ય એસોસિયેશનના પ્રમુખશ્રી જે કંઈ પણ મુદ્દો નક્કી કરે તે મુદ્દાને દરેક જિલ્લાઓ સમર્થન આપશે અને જો આરપારની લડાઈ લડવાની થાય તો એ લડાઈ પણ લડવા ઉપસ્‍થિત બધા સદસ્‍યશ્રીઓએ તૈયારી દર્શાવી હતી આ માટે સરકારશ્રી ધ્‍વારા જો એસ્‍મા નો કાયદો લગાડવામાં આવે કે વેપારીભાઈઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવે તો તેના માટેની તૈયારી પણ દર્શાવી હતી.

(11:52 AM IST)