<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

મોન્‍થા વેરી સીવીયર સ્‍ટોર્મ હશે ?

અરબ સાગરમાં બનનારૂ આ સીઝનનું બીજુ વાવાઝોડુ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ અને દિવાળીના સમયગાળામાં વાવાઝોડા અને વરસાદનો ભૂતકાળ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬ :  હાલ બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક બની રહેલી લો-પ્રેશર સીસ્‍ટમ દેશના દક્ષિણના રાજયો કેરળ-તામિલનાડુ થઇ અરબ સાગરમાં પ્રવેશશે અહીં આ સીસ્‍ટમ વેલમાર્ક લો-પ્રેશર -ડીપ્રેશન બાદ ડીપ ડીપ્રેશન બનવાની સાથે તે વાવાઝોડામાં અને એથી વધી વેરી સીવીયર સાયકલોનિક સ્‍ટોર્મ (અતિ ભયંકર વાવાઝોડા) માં રૂપાંતરિત થવાની સંભાવના રહે છે. તેવી ભીતિ સ્‍કાયમેટના  સુપ્રીમો જી.પી. શર્મા વ્‍યકત કરે છે તેઓ વધુમાં જણાવે છે કે હાલની સ્‍થિતિ જોતા આ વાવાઝોડાનો ટ્રેક ઓમાન-યમન-સોમાલીયા તરફ હોઇ, આપણા દેશને કંઇ નુકશાન નહીં થાય પણ દક્ષિણના રાજયો સહિત મહારાષ્‍ટ્ર અને ગુજરાતના દક્ષિણના કાઠાળ વિસ્‍તાર અને ગુજરાત રીઝનમાં પવનની ગીત થોડી વધે, વાદળો છવાય અને મુંબઇ-ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની અસરનો પ્રારંભ આવીતકાલથી થવાની સંભાવના રહે છે. અરબ સાગરમાં સીઝનનું આ બીજું વાવાઝોડું હશે જેનું નામ છે ‘મોન્‍થા' (MONTHA) જે થાઇલેન્‍ડ દ્વારા અપાયેલું નામ છે.

નૈઋત્‍વનું ચોમાસુ સંપૂર્ણ વીડ્રોવલ થયાની સત્તાવાર જાહરોત હવે એક-બે દિવસમાં આઇએમડી દ્વારા થઇ શકે છે. ત્‍યારે ચોમાસુ વિદાય થયા બાદ અને હાલ જે દિવાળીનો સમયગાળો ચાલે છે એવા સમયે વાવાઝાોડ અને વરસાદી માહોલ છવાય તેવી સંભાવના છે તેવો દિવાળી સમયે વરસાદી માહોલ તથા વાવાઝોડાનો ઉદ્‌્‌ભવ ગુજરાત માટે ભૂતકાળમાં પણ ર૦૧૭ અને ર૦૧૯માં જોવા મળેલો જેની પુરી વિગત હવે પછી જોઇશું. ( 

(1:45 PM IST)