News of Thursday, 16th October 2025
કંડલામાં છેતરપીંડીના ગુનામાં ફરાર મહેશ તન્ના રાજકોટમાં પકડાયો
ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. અનીલ ભાઇ સોનારા અને કોન્સ જીલુભાઇ ગરચરની બાતમી

રાજકોટ તા.૧૬: કચ્છ-ગાંધીધામના કંડલામરીન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આદીપુરના શખ્સને ક્રાઇમબ્રાંચે રાજકોટ માંથી ઝડપી લીધો છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડીશ્નલ પોલીસ કમિશનર મહેન્્દ્ર બગરીયા તથા ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એર.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર સટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે એ.એસ.આઇ. અનીલ ભાઇ સોનારા તથા કોન્સ જીલુભાઇ ગરચરને બાતમી મળતા ગાંધીધામના કંડલા મરીન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા મહેશ વિસનદાસભાઇ તન્ના (ઉ.વ.૫૭) (રહે. સીધું વસાહત-૪ આદીપુર તા. ગાંધીધામ) ને પકડી લઇ કંડલા મરીન પોલીસને સોંપ્યો હતો. આકામગીરી પી.એસ.આઇ , એ.એસ.ગરચર, તથા એ.એસ.આઇ. અનીલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, કોન્સ. જીલુભાઇ ગરચર, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઇ ચાવડા, અશ્વિનભાઇ પંપાણીયા, દ્વારા કરવામાં આવી હતી.(૩.૧૩)ક
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
