<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગોંડલ અક્ષર મંસંતો-હરિભકતો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગતઃ દિપોત્‍સવ-નૂતનવર્ષ પર્વ તેમની અધ્‍યક્ષતામાં ઉજવાશેદિરે પૂ. મહંત સ્‍વામી મહારાજની પધરામણી

સંતો-હરિભકતો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગતઃ દિપોત્‍સવ-નૂતનવર્ષ પર્વ તેમની અધ્‍યક્ષતામાં ઉજવાશે

ગોંડલ : બીએપીએસ ગોંડલ અક્ષર મંદિરના આંગણે પૂજય મહંત સ્‍વામી મહારાજનું સ્‍વાગત કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ) 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૬ :..  ગોંડલ નાં સુપ્રસિધ્‍ધ તીર્થધામ  અક્ષર મંદિર ખાતે બી. એ. પી. એસ. સંસ્‍થાના વડા પ. પૂ. મહંતસ્‍વામી મહારાજની ે બુધવારના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે પધરામણી થઈ ચૂકી છે. આ તકે તેમનું હજારો હરિભક્‍તો તથા સંતો-મહંતો દ્વારા ઉષ્‍માભેર ભવ્‍યતાથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ મહંત સ્‍વામી મહારાજ ની દિવ્‍ય ઉપસ્‍થિતિમાં ગોંડલ અક્ષર મંદિર ખાતે દિપોત્‍સવ તેમજ અન્નકૂટોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. ૫. પૂ. મહંત સ્‍વામી મહારાજને પૂ. ભક્‍તિકિશોરદાસ સ્‍વામી તથા પૂ. ધર્મચરણ સ્‍વામીએ કલાત્‍મક હાર દ્વારા અક્ષર મંદિર ખાતે સ્‍વાગત અભિવાદન કર્યું હતું. મહંત સ્‍વામી મહારાજે  અક્ષર મંદિર ખાતે ઠાકોરજી તથા શ્રી અક્ષરદેરીના દર્શન કરી અને યોગી સભામંડપમાં હજારો હરિભક્‍તોને દર્શન તેમજ આશીર્વાદ આપ્‍યા હતા.

(12:16 PM IST)