<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજા જાહેર

લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમશેઃ દિપાવલી- નૂતનવર્ષ ઉજવવા થનગનાટ

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિપાવલી-નૂતન વર્ષ ઉજવવા થનગનાટ છે. ત્‍યારે જુદા-જુદા માર્કેટીંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ છે.

જામજોધપુર

(સનદ વ્‍યાસ દ્વારા) જામજોધપુરઃ દિવાળીના તહેવારોને કારણે જામ જોધપુર માકેટીંગ યાર્ડમાં હરાજી જણસી આવક સહિતના તમામ કામકાજો તા ૧૯ - ૧૦ -૨૫ થી તા. ૨૬-૧૦-૨૦૨૫ સુધી સદંતર બંધ રહેશે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ શ્રી ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ, અમરેલી દ્વારા આગામી દિવાળી પર્વ નિમિતે તા. ૧૮/૧૦/૨૦૨૫ ને શનિવાર થી તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવે છે. જે સમય દરમ્‍યાન અમરેલી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

તા.૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારથી અમરેલી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે તેમજ લાલ સુકા મરચા સહિત તમામ જણસીઓની આવકને તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવિવારથી પ્રવેશ આપવામાં આવશે જેની તમામ ખેડૂતભાઈઓ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવા બજાર સમિતિના સેક્રેટરીશ્રી તુષાર હપાણીએ એક યાદીમાં જણાવેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ દિવાળીના તહેવારો નિમિત્તે માર્કેટિંગ યાર્ડ હાપાનું હરરાજી તેમજ જાણશીની આવકનું તમામ કામકાજ તા.૧૯-૧૦-૨૦૨૫ રવિવાર થી તા.૨૬-૧૦-૨૦૨૫ રવિવાર સુધી બંધ રહેશે. તા. ૨૭-૧૦-૨૦૨૫ ને સોમવારના રોજથી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ થઈ જશે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ (APMC), મોરબીમાં આગામી તા. ૧૮-૧૦-૨૦૨૫ થી તા. ૨૬-૧૦-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે.

તેમજ જણાવાયુ છે કે તા. ૧૭-૧૦-૨૦૨૫ (શુક્રવાર) ના રોજ સવારના ૧૦:૦૦ વાગ્‍યા સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. અને તા. ૧૮-૧૦-૨૦૨૫ (શનિવાર) ના રોજ ફક્‍ત પડતર માલની હરરાજી લેવામાં આવશે.

ખાસ તા. ૧૮-૧૦-૨૦૨૫ (શનિવાર) થી તા.૨૬-૧૦-૨૦૨૫ (રવિવાર) સુધીના રજાના દિવસોમાં કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તા. ૨૭-૧૦-૨૦૨૫ (સોમવાર) ના રોજ હરરાજીનું કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૨૬-૧૦-૨૦૨૫ (રવિવાર) ના રોજ સાંજના ૦૪:૦૦ વાગ્‍યા પછી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. કમિશન એજન્‍ટોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના ખેડૂતોને આ અંગેની જાણ કરે

(12:18 PM IST)