<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગિરનારની ઘટનાને ગણતરીના દિવસોમાં ઉકેલનાર જુનાગઢ પોલીસને ગૃહમંત્રીએ બિરદાવી

જુનાગઢ, તા. ૧૬ :  જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતના ગુરુ ગોરખનાથ શિખર પર સ્‍થિત ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિનું શિરચ્‍છેદ કરી તેને ખીણમાં ફેંકી દેવાની ઘટનાએ લોકોની ધાર્મિક આસ્‍થાને ગંભીર ઠેસ પહોંચાડી હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્‍યમાં આક્રોશ ફેલાવ્‍યો હતો. જૂનાગઢ પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ, ઝીણવટભરી તપાસ અને ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં ગુનેગારોને ઝડપી લઈ આ કેસનો ભેદ ઉકેલ્‍યો છે.

પોલીસની આ પ્રશંસનીય કામગીરીએ ધર્મ અને આસ્‍થાને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.  આ સફળતા બદલ રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસના તમામ કર્મીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે તેમણે રાજ્‍યના ડીજીપી વિકાસ સહાય, રેંજ આઈજી નીલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ખુશી વ્‍યક્‍ત કરી. આ ઘટનાએ પોલીસની તત્‍પરતા અને પ્રતિબદ્ધતાને ઉજાગર કરી, જેનાથી લોકોનો વિશ્વાસ વધ્‍યો છે. આ કાર્યવાહી દ્વારા જૂનાગઢ પોલીસે ન્‍યાયની સ્‍થાપના કરી અને ધાર્મિક સ્‍થળોની પવિત્રતા જાળવવાનો સંદેશ આપ્‍યો.

તો બીજી તરફ ગોરક્ષનાથજીની મૂર્તિ ઉખેડીને શિરચ્‍છેદ કરીને ખીણમાં ફેંકી દેવાના મામલે પકડાયેલ મંદિરના પુજારીને સાથે રાખીને આજે સવારે પોલીસે તે સ્‍થળે રિકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું, અને કેવી રીતે જધન્‍ય કળત્‍યને અંજામ આપ્‍યો તેની હકીકત જણાવી હતી. પોલીસે આરોપી કિશોર શિવનદાસ કુકરેજાને સાથે રાખીને ગિરનાર ઉપર સ્‍થળ પર જઇને ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું, જેમાં તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, કેવી રીતે તેને લોખંડની સ્‍ટીક ઉપાડી ત્રણ વખત મંદિરના કાચના સેક્‍શન ઉપર ત્રણ ઘા ઝીકયા અને પછી તાળું ખોલીને એક પગ અંદર મુકીને ૫૦ કિલોના વજન ધરાવતી મૂર્તિ બહાર કાઢીને ખીણમાં ફેંકી દીધી હતી.(૯.૧૩)

(12:54 PM IST)