News of Thursday, 16th October 2025
જુનાગઢ અંધ કન્યા છાત્રાલયમાં ભેટ અપાઇ

જૂનાગઢ : કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચા દ્વારા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ની ૨૦ દીકરીઓને આ દીકરીઓ દ્વારા નવરાત્રીમાં ગરબા રમવા ગયેલ હોય ત્યારે ભેટ અને આ દીકરીઓ દ્વારા અગરબતી બનાવવા જેવા ગળહ ઉધ્યોગથી કરેલ બચતમાંથી ફિક્સ ડિપોઝિટ કઢાવી આ દીકરીઓને અર્પણ કરેલ સાથો સાથ આ દીકરીઓને દિવાળીની મીઠાઈ, અને મોમેન્ટો પણ શ્રી ડોલરભાઈ દ્વારા અર્પણ કરાયેલ આ તબક્કે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી ડો. ડી. પી. ચીખલિયા સાહેબ અને પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથી, સુશીલાબેન શાહ, બટુકબાપુ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશ પરમાર, દિપલ રૂપારેલિયા, દયાબેન માણેક, ચંપકભાઈ જેઠવા, જનકભાઈ ટીલાવત, કમલેશભાઈ પંડ્યા વી. મહાનુભાવોએ હાજરી આપેલ. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૪.૩)
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
