News of Thursday, 16th October 2025
ધારીના મોલવેણમાં મોબાઇલ ફોનમાં ફાઇલ ખોલતા જ અઢી લાખ ઉપડી ગયા

અમરેલી, તા. ૧૬: ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા વિપુલભાઈ બાબુભાઈ હરખાણી ઉ.વ.૪૦ ના મો. ૮૯૮૦૭૯૫૭૯૫ પર કોઈ અજાણ્યા શખ્સે પોતે બેંકના અધિકળત કર્મચારી ન હોવા છતા ખોટા નામે અજાણ્યા વોટસએપ એપ્લિકેશનમાં બેંક વેરીફીકેશન-૧ એપીકે ૭.૩ એમબી એપીકે ફાઈલ મોકલતા વિપુલભાઈએ તે ફાઈલ ખોલતા તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂા. ૨,૪૩,૪૬૨ રૂપિયા ઉપાડી લઈ ફરિયાદી સાથે ઓનલાઈન વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સગીરાને ભગાડી
બાબરા તાલુકાના વાંડળીયા ગામે આરોપી તથા ભોગ બનનાર એક વર્ષથી લાઠી તાલુકાના અડતાળા-વરસડા રોડે આવેલ રામકળષ્ણ દોરાની મીલમાં મજુરી કામ કરતા હોય. ભોગ બનનારને ઝારખંડના યુસુફ જમરૂદીન અનસારી નામનો શખ્સ ભગાડી ગયાની સગીરાના પિતાએ બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હપ્તા નહી ભરતા
અમરેલી હનુમાનપરા રોડ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા જયકુમાર ચંદ્રકિશોરભાઈ વાળાનો ટ્રક જી.જે.૧૪ એકસ. ૭૭૭૭ જામનગરના રવિરાજ સિંહ ખાનુભા પરમારને વેચાણથી આપેલ હતો.જે ટ્રકનાહપ્તા આરોપી ન ભરતાહોય.કે ટુક પરત આપતા ન હોય.રૂા. ૧૨,૦૦,૦૦૦ ની છેતરપીંડી કરી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બિમારીથી ફાંસો ખાધો
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે લક્ષ્મણભાઈ મોહનભાઈ વાળા ઉ.વ.૫૫ ને માથાનો સતત દુઃખાવો રહેતો હોય.જે બિમારીના કારણે કંટાળી જઈ પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું હિંમતભાઈ મોહનભાઈ વાળાએ નાગેશ્રી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
એસીડ પી જતા
બાબરા તાલુકાના વાંડળીયા ગામે રહેતી નીરૂપાબેન વિજયભાઈ સાંકળીયા ઉ.વ. ૨૩ ને તેના પિતાના ઘરે જવું હોય.જેથી તેના પતિ અને સાસુ સસરાને વાત કરતા પિતાના ઘરે જવાની ના પાડતા તેમજ સાસુએ ગાળો બોલતા પોતાને મનમાં લાગી આવતા તા. ૧૪-૧૦ ના સવારે ૮ વાગ્યે પોતાના રૂમમાં જઈ એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. (
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
