<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

પોરબંદરમાં ગુમ બાળકનું તેની માતા સાથે સુખદ મિલન

પોરબંદર : દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા મહિલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. કે.એમ.સૈયદ તથા ટ્રાફિક એ.એસ.આઈ. ભાવનાબેન સોલંકી, ટી.આર.બી.ધર્મેશ પરમાર, જયમલ કુછડીયા, કૌશિક ખરા સુદામા ચોક, બંગડી બજાર, ડ્રીમલેન્‍ડ વિસ્‍તારમાં ફૂટ પેટ્રોલીંગ  દરમ્‍યાન માતા પિતાથી વિખુટુ પડેલ એક ત્રણ વર્ષનું બાળક  મળી આવતા ટ્રાફિક ટીમે તે બાળકના માતા પિતાની તપાસ કરતા આશરે પોણા કલાક પછી તે બાળકના માતા પુજાબેન વિપુલભાઈ લોઢારી રહે. હોળી ચકલા, ખારવાવાડ વાળા મળી આવતા બાળકને તેની માતાને પોલીસે સોંપી દીધું હતું. તે તસ્‍વીર. 

(1:28 PM IST)