<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

પોરબંદરમાં વિકાસ સપ્‍તાહઃ ર૭ કરોડથી વધુ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્તો

અર્જુનભાઇ મોઢવાડીયા, પરબતભાઇ પરમાર અને બાબુભાઇ બોખીરીયાના હસ્‍તે કુલ ર૯ કામોના લોકાર્પણ અને ર૬ કામોના ખાતમુહુર્તોઃ પીએમસી મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ

પોરબંદર તા. ૧૬: વિકાસ સપ્તાહ અંતર્ગત રૂ. ૨૭ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. વિકાસ સપ્તાહ ૨૦૨૫ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્‍ત આયોજનથી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો  કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર અને ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીતના મહાનુભવો ઉપસ્‍થિતિ રહ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલ સતત પ્રયત્‍નો અંગે વાત કરતા સ્‍વદેશી અપનાવીને વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા સૌને એકતાભાવે કામ કરવા જણાવ્‍યુ હતુ.

ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી, જેના કારણે શહેરોના આયોજનબદ્ધ અને આધુનિક વિકાસને નવો વેગ મળ્‍યો છે.

પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયાએ જણાવ્‍યું હતું કે,  જિલ્લાની વિકાસની વાત કરીને કાયદો-સુશાસન અને વિકાસના પગલે નાગરિક સુવિધાઓમાં વધારા સાથે જ મિલકતોના મૂલ્‍યમાં પણ વળદ્ધિ નોંધાઈ છે.

આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિએ આગામી સમયમાં પોરબંદર શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમ્‍યાન ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સામાન્‍ય વહીવટ વિભાગ, ૧૫માં નાણાપંચ, નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્‍પસર, શહેરી વિકાસ અને ગળહ નિર્માણ વિભાગના રૂ. ૨૯૨.૫૨ લાખના ૨૯ કામોના લોકાર્પણ અને રૂ. ૨૪૭૨.૩૧ લાખના ૨૬ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યાં હતાં.

મહાનગરપાલિકાની 'PMC કનેક્‍ટ' મોબાઈલ એપ્‍લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ એપ્‍લિકેશન મારફતે શહેરના નાગરિકો મહાનગરપાલિકાને તેમની સમસ્‍યાઓ અને ફરિયાદો સરળતાથી જણાવી શકશે.તેમજ વિવિધ  યોજનાઓના લાભાર્થીઓને કીટ અને ચેક વિતરણ કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્‍યું હતું.

જિલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, અધિક કલેક્‍ટર શ્રી જે.બી. વદર, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ અન્‍ય અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. 

(1:31 PM IST)