News of Thursday, 16th October 2025
જામનનગર હાપા માર્કેટયાર્ડમા મગફળીના ભાવમાં મોટો કડાકો બોલાયો:1600 રૂપિયાના 950 થઇ ગયા
66 નંબરની મગફળીમાં એક જ દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો : મગફળીના નીચા ભાવને લઈને ખેડૂતોમાં આક્રોશ

જામનગર હાપા યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. અન્ય યાર્ડની સરખામણીએ જામનગર યાર્ડમાં ભાવ વધુ મળતા હોવાનું સેક્રેટરીએ જણાવ્યું છે. યાર્ડમાં દરરોજ 4500થી પાંચ હજાર ગુણીની મગફળીની આવક થઈ રહી છે. 66 નંબરની મગફળીમાં એક જ દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મગફળીના નીચા ભાવને લઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપો છે. ધરતીપુત્રો સાથે રીતસરની છેતરપિંડી થઈ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ગઈકાલે જે મગફળીનો 1600 રૂપિયાથી વધુ ભાવ બોલાયો એ જ મગફળી આજે 950 રૂપિયાનો ભાવ, ખેડૂતોનો સવાલ આમ કેમ થયું ? યાર્ડ નથી આ કતલખાનું છે, દલાલો અને વેપારીઓ મળીને ખેડૂતોની કતલ કરે છે તેમ ખેડૂતોનું કહેવું છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
