<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પોલીસે સી-સમરી રિપોર્ટ સબમીટ કરીને પાયલ ગોટીનું નામ બાકાત કર્યું

અમરેલી પોલીસે પુરાવાના અભાવે લીધો નિર્ણય : રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરીને પાયલ ગોટીને કેસમાંથી છૂટકારો આપી દેવામાં આવશે.

અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં આજે મોટો વળાંક આવ્યો છે. અમરેલી સાયબર પોલીસે જિલ્લા જ્યુડિશિયલ કોર્ટને સી-સમરી (પુરાવા ન અળગતા કેસ)નો રિપોર્ટ કર્યો છે, જેમાં મુખ્ય આરોપી તરીકે નામ આવેલી પાયલ ગોટીને કેસમાંથી સંપૂર્ણપણે બાહ્ય કરવામાં આવી છે. આ નિર્ણય પુરાવાના અભાવે લેવાયો છે, જેના કારણે પાયલ પરના તમામ આરોપો પાછા ખેંચાઈ ગયા છે. જોકે, કેસમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ – મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાણી – વિરુદ્ધ ગુનાઓ યથાવત રહેશે. પોલીસ રિપોર્ટમાં કલમ 338 (ભૂલથી ઘાતક અપરાધ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભૂલથી ઉમેરાયેલું હોવાનું જણાવાયું છે, અને તેને કાઢી નાંખવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિખવાદ અને વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવીને પછી કથિતપણે તેમનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો. ઘટના બની તે સમયે અગાઉ અમરેલી જિલ્લાના જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું, "આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે. એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે."

(8:56 PM IST)