News of Friday, 17th October 2025
ભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: શહેરના હાદાનગર વિસ્તારમાં સરા જાહેર યુવાનની છરીના ઘા ઝીંકી પત્ની અને સસરાએ નિર્મમ હત્યા કરી હતી.આ બનાવ અંગે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ, શરદભાઈ રાઠોડ ઉંમર ૪૫ વર્ષના લગ્ન ૧૮ વર્ષ પહેલા મનસુખભાઈ નટુભાઈ પરમારની દીકરી મીનાબેન સાથે થયા હતા. બાદ અવાર નવાર ઝગડો થવાના કારણે મીનાબેને તેના પતિ સામે છુટાછેડાનો કેસ દાખલ કરાવ્યો હતો. જે બાબતે મામલો બીચકતા ગઈકાલે બપોરના સમયે બન્ને પિતા, પુત્રી એ પ્લાનિંગ બનાવી દેસાઈનગર નજીક સુરેશભાઈ પર જીવલેણહુમલો કરી હત્યાં કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસે બન્ને પિતા પુત્રી વિરુદ્ધ ગુનો નોંધી સસરા મનસુખભાઈ અને પત્ની મીનાબેનની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
