<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગુજરાતી મુવી લાલોના પ્રીમિયરમાં હાજરી આપતા એસ્‍થે કાયાકલ્‍પના ડો.બોરખતરીયાઃ

જુનાગઢ, ગુજરાતી મૂવી લાલો ૧૦ ઓક્‍ટોબર શુક્રવારએ રિલીઝ થયું. લાલો મૂવીને પ્રતિસાદ મળ્‍યો છે. લાલો મૂવીના સ્‍પેશ્‍યલ પ્રીમિયરમાં ડૉ.પિયુષ બોરખતરીયાએ હાજરી આપી જણાવ્‍યું હતું કે જૂનાગઢના લોકો દ્વારા બનેલું મૂવી છે અને જૂનાગઢમાં જ ફિલ્‍મનું શૂટ પણ થયેલું છે. લાલો મૂવીની સ્‍ટોરી ખૂબ જ સારી છે, આખા મૂવીનું સિનેમાટાઈજેશન, એડીટીંગ, સાઉન્‍ડ, સોન્‍ગ્‍સ, એક્‍ટિંગ, મ્‍યુઝિક બધું સારું છે. ગીતામાં જે કર્મ વિષે કહેવામાં આવ્‍યું છે એના સાથે રીલેટ કરી શકાય છે અને લોકોને મોટિવેશન અપાવે એવું મૂવી છે તો ખાસ બધા લોકો એ આ મૂવી જોવું જોઈએ.

(11:30 AM IST)