<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગોંડલમાં જયદીપસિંહ ઉપર છરીથી હુમલો

મકાન ખાલી કરવાના ઝઘડાનો પાર રાખી નરેન્‍દ્રસિંહ અને તેના બે પુત્રો તૂટી પડયા : સામાપક્ષે જયદીપસિંહ સામે પણ માર માર્યાની ફરીયાદ

રાજકોટ, તા. ૧પ :  ગોંડલમાં મકાન ખાલી કરાવના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો તો સામાપક્ષે યુવાને પણ મારમાર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ અજમેરાનગર આશાપુરા ચોકડી પાસે રહેતા અને વેપાર કરતા જયદીપસિંહ ઉર્ફે શિવાભાઇ અશોકસિંહ ઝાલા (ઉ.વ.ર૮) એ આરોપી નરેન્‍દ્રસિંહ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા તથા તેના બે પુત્રો હરવિજયસિંહ અને હાર્દિકસિંહ સામે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓને તેમનું મકાન ખાલી થયેલ છે કે કેમ તે બાબતે ફરીયાદીના પિતા સાથે ઝઘડો થયેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપીઓએ જયદીપસિંહ સાથે ઝઘડો કરી છરીથી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. જયદીપસિંહને છાતીમાં, પીઠના ભાગે તથા જમણા પગમાં ગોઠણના ભાગે ઇજા થતા સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. બી-ડીવીઝન પોલીસે જયદીપસિંહની ફરીયાદ ઉપરની ઉકત ત્રણેય પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી.

સામાપક્ષે નરેન્‍દ્રસિંહ ઝાલાએ આરોપી જયદિપસિંહ, દેવરાજસિંહ ઉર્ફે દેવો ઝાલા તથા કુલદીપસિંહ રે. ત્રણેય ગોંડલ એ ફરીયાદી તથા તેના બંન્ને પુત્રોને આશાપુરા ચોકડી ભવાની હોટલ પાસે બોલાવી ઢીકાપાટુનો મારમારી પતાવી દેવાની ધમકી આપ્‍યાની બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરી છે. 

(12:01 PM IST)