હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે જયારે બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ ગુલાબી ઠંડીની જગ્યાએ જૂનાગઢમાં આજે સવારનું તાપમાન વધીને ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતુ જેના પરિણામે લોકોને સવારથી જ ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
ચોમાસાની વિદાય બાદ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થવી જોઈએ. છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ સહિત સોરઠના સવારના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુરુવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૯.૯ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે ધરખમ વધારા સાથે લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી થઈ ગયું હતું. તેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણે ઘટીને ૬૮ ટકા થઈ જતા સવારથી ગરમી અને બફારોએ માઝા મૂકી હતી.
તાપમાનમાં વધઘટ થવા ઉપરાંત સવારે પવનને પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૧.૫, મહતમ તાપમાન ૩૩.૫, ભેજનું પ્રમાણ ૬૪% પવનની ગતિ ૪ કિ.મી. રહી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM