<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પોરબંદર સિંધી સમાજ દ્વારા પૂ.ખાનુરામજી વરસી ઉત્‍સવની રંગેચંગે ઉજવણી

ગુરૂગ્રંથ અખંડ પાઠ સાથે ઉત્‍સવના પ્રારંભ બાદ અજમેરના લવીકમલનો ધમાકેદાર કાર્યક્રમ યોજાયોઃ ભજનોની રમઝટઃ લંગર પ્રસાદનો મોટી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭: પૂ.ખાનુરામજીના વરસી ઉત્‍સવ નિમીતે  સિંધી સમાજના દેવીદાસજી પૂજનવિધી વરસી ઉત્‍સવનો પ્રારંભ બાદ સવારે દશ થી બાર વાગ્‍યા સુધી તથા ગુરૂ ગ્રંથ અખંડ પાઠ મંદિરે વડોદરાના મશહુર કલાકાર પ્રકાશ ભગત ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. બપોરે ગુરૂગ્રંથ અખંડપાઠનો વિધીવત આરંભ કરવામાં આવેલ. ત્‍યારબાદ આરતી, પલ્લવસાહેબ, ત્‍યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવેલ.

સાંજે પાંચ વાગ્‍યાથી સાત વાગ્‍યા સુધી સુરત થલ્‍હી-મંદિરના સેવાદારી નિખીલ લાલવાણીનો ભજનકિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. રાત્રે મશહૂર હેમનભાઈ ભાવનાણી, નિતીન ભાવનાણીની છમાછમ ટોલીનો ધમાકેદાર ભગતનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો.

છેલ્લે દિવસે સવારે નવ વાગ્‍યે સંત ખાનુરામજીના મંદિરે ધાર્મિક ગીતો સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સિંધી છેજ બહેનો માટે ગરબા રાસનો પ્રોગ્રામ બાદ ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ જેમાં ધાર્મિક ભજનો પર રાસ સ્‍તુતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સિંધી સમાજના સ્‍થાનિક તેમજ બહારગામ થી વરસી ઉત્‍સવમાં પધારેલા ગામે-ગામના પંચાયતી પ્રમુખો, આગેવાનો નો સન્‍માન સમારંભ રાખવામાં આવેલ. બપોરના બાર વાગ્‍યે શ્રી ગુરુગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો ભોગ સાહેબ પૂર્ણાવતી થયેલ. વરસી ઉત્‍સવમાં આવેલ સર્વ ભકતનો તેમજ ભોગ સાહેબમાં હાજર સર્વે ભકતજનોને ભોગ સાહેબની પ્રસાદી આપવામાં આવેલ.

પૂ. ખાનુરામ સાહેબની વરસી ઉત્‍સવમાં ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, અગ્રણી લાબાભાઈ રામભાઈ ઓડેદરા, ધવલભાઈ જોષી સહિત વિવિધ આગેવાનોએ હાજર રહયા હતા.

વરસી  ઉત્‍સવના ત્રણેય દિવસ લંગર પ્રસાદ ભંડારાની વ્‍યવસ્‍થા શ્રી લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવેલ. તેમજ બહારગામથી પધારેલા તમામ ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવાની સુવિધા કરાઇ હતી. સર્વે સિંધી સમાજના પરિવારનો ભંડારો તેમજ બહારગામના ભકતજનોનો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો હતા. મહાજન વાડી ખાતે રાખવામાં આવેલ.

સંતશ્રી ખાનુરામ, પૂ. માતા સાધણીના વંસજ પરિવારના સર્વશ્રી ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતા, સતીષભાઈ, રાજાભાઈ, સુનિલકુમારની સાથે પોરબંદરના સમસ્‍ત સિંધી સમાજના સેવાદારીઓ વરસી ઉત્‍સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

સિંધી સમાજના સેવાદારીઓની કુલ મુખ્‍ય ૨૧ સમિતિઓ બનાવવામાં આવેલ છે. દરેક સમિતિ નીચે આઠ થી દસ સેવાદારીઓનો સમાવેશ કરવામાં આવેલ. સ્‍થાનિક તેમજ બહારગામથી પધારેલ ભકતજનો વરસી ઉત્‍સવનો વ્‍યવસ્‍થીત લાભ લઈ શકે તે માટે થલ્‍હી-મંદિર તરફથી વ્‍યવસ્‍થાઓ કરવામાં આવેલ હતી. જેમાં સિંધી સમાજ આગેવાનો, સેવાદારી ભાઈઓ, સેવાદારી બહેનો તેમજ પૂજય માતા સાધણી સેવા સમિતિના યુવાનો જોડાયા હતાં. સર્વે સિંધી સમાજના પરિવારોએ વરસી ઉત્‍સવમાં સંતશ્રી મુલણશાહ, ભારતીમાતાના આશિર્વાદ પ્રાપ્ત કરેલ હતાં.(૨.૯)

 

(12:46 PM IST)