News of Friday, 17th October 2025
કોટડાપીઠાના વિકલાંગને સારૂ કરવા માટેની બાધા પૂરી કરવાના ખર્ચ પેટે રામપરાના શખ્સે ૧પ લાખની ઠગાઇ કરી
ધારીના રાજસ્થળીગામે સરપંચ સાથે ઝડવા કાપવા બાબતે ગ્રામજનનો ઝઘડો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા. ૧૭, બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા પારસભાઈ ત્રિભુવનભાઈ બગથળીયા ઉ.વ.૫૦ નો દિકરો શારીરીક અને માનસિક રીતે વિકલાંગ હોય.અને આરોપી વિસાવદર તાલુકાના રામપરા ગામના રાજવીર ઉર્ફે બિજલ આલસુરભાઈ ભડા પારસભાઈને તેના દિકરાને માતાજીની બાધા રાખી સારૂ કરવાનું કહી બાધા પુરી કરવાના ખર્ચ પેટે પ્રથમ રોકડ રૂા.૭૦,૦૦૦ લઈ ત્યારબાદ રાજવીરે પારસભાઈને બાધા પુરી કરવા વધુ ખર્ચ થશે.તેમ અવાર નવાર કહેતા પારસભાઈ પાસે રૂપિયા ન હોય.જેથી રાજવીરે પારસભાઈ સાથે અલગ અલગ સમયે અમરેલીના જમનાદાસ મુળજીભાઈ સોનીની દુકાને જઈ પારસભાઈના સોનાના દાગીનાઓ વેચાવી તેના વેચાણના રૂપિયામાંથી એક માતાજીનો સોનાનો દોરો તથા પેન્ડલ રૂા. ૨,૫૯, ૨૪૦ નો બનાવડાવી તથા રોકડ રૂા. ૧૨,૫૬,૭૬૦ મળી કુલ રૂા.૧૫,૧૬,૦૦૦ લઈ ઠગાઈ કરી ગુનો કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધારી તાલુકાના રાજસ્થળી ગામે પાણીના ટાંકા પાસે નજીરભાઈ પીરૂભાઈ લલગ ઉ.વ.૪૨ ગામમાં ૧૧:૩૦ વાગ્યે ઘરે હાજર હતા.તે દરમ્યાન પાણીના ટાંકા પાસે બોલાચાલીનો અવાજ આવતો હોય.ત્યાં જતા ગામના સરપંચ પરષોતમભાઈ નગવાડીયા તથા ઉપસરપંચ ગોરધનભાઈ નગવાડીયા બંને જેસીબી લઈને ઝાડવા કાપતા હોય.ત્યારે નજીરભાઈના કાકા ઉસ્માનભાઈ લલગ સાથે માથાકુટ કરતા હોય.જેથી નજીરભાઈએ બંને આરોપીઓને ઝાડવા તમે દુર કાપો છો. તો નજીક કાપો તેમ કહેતા સરપંચ પરષોતમભાઈ અને ઉપસરપંચ ગોરધનભાઈ નગવાડીયા ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી બાદ નજીરભાઈ તથા સુરેશભાઈ આરોપીઓને ઠપકો આપવા જતા ગોરધનભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ નજીરભાઈને મારવા દોડી કહેવા લાગેલ કે અહીં ફરીવાર આવીશ તો જીવતો નહી મુકીશ.અને હું મારા શરીરે છરી મારી ખોટી ફરિયાદમાં તમને ફીટ કરી દઈશ.તેમ કહી ધમકી આપી ગુનો કર્યાની જયારે સામાપક્ષે ગોરધનભાઈ કેશુભાઈ નગવાડીયા ઉ.વ.૫૦ તથા પરષોતમભાઈ વલ્લભભાઈ નગવાડીયા ગામના પાણીના ટાંકાપાસે ઝાડ કાઢતા હતા. ત્યારે અગાઉનીબોલાચાલીનું મનદુઃખ રાખી ઓસ્માણ જમાલભાઈ, નજીર પીરૂભાઈ લલગે ત્યાં આવી કહેવા લાગેલ કે અહીં તમારા બાપનું નથી.તેમ કહી ગાળો બોલી મારવા દોડતા ગોરધનભાઈ તથા અન્યોઘરે જતા રહેલ હોય.બાદ નાસીર પીરૂભાઈ લલગે છરી લઈ ગોરધનભાઈ પાસે આવી ડાબા હાથના અંગુઠા ઉપર છરીનો એક થા મારી પગ પકડી નીચે પછાડી ઢીકાપાટુંનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય.તે દરમ્યાન ગોરધનભાઈનાદિકરાનાપત્તિ કાજલબેનવચ્ચે પડી બચાવવા જતા નાસીર પીરૂભાઈ લલગે ધકકો મારતા કાજલબેન પડી ગયેલ હોય.બાદ ઓસ્માણ અને નજીર હાથમાં પાઈપ લઈ ઘર પાસે આવેલ હોય.અને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચુંદડી વડે ફાસો ખાધો
લીલયા તાલુકાના ભેંસાણ ગામે દાહોદ જીલ્લાના ગુલબાર ગામની વર્ષાબેન લંકેશભાઈ મંડોડ ઉ.વ.૨૫ કોઈ અગમ્ય કારણોસર ચુંદડી વડે પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું સંગોડ દિનેશભાઈ પસવાભાઈએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
લારી રાખતા ગુન્હો
અમરેલીનાજુના ગીરીયા ગામના યાકુબઅલી મહમદઅલી સૈયદ લારીમાં ફુટનો વેપાર કરતા ટ્રાફીકને અડચણરૂપલારી રાખતા પો.કોન્સ.અંકુરભાઈ સોલંકીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરેથી કાઢી મૂકી
જસદણતાલુકાના ગોખલાણા ગામે પરણાવેલ હાલ બાબરાના કરીયાણા પિયરમાં રહેતી જાગળતિબેનસાગરભાઈ મેણીયાના લગ્ન આશરે પાંચેક વર્ષ પહેલાસાગર છગનભાઈ મેણીયા સાથે થયેલ હતા.અને છગન કાનાભાઈ મેણીયા,પારૂલબેન છગનભાઈ મેણીયા,શૈલેષ છગનભાઈ મેણીયા સાથે સંયુકત કુટુંબમાં રહેતા હોય.અને આરોપીઓ જાગળતિબેનને થોડો સમય સારી રીતે રાખ્યા બાદઘરકામ અને કરીયાવર પ્રશ્ને મેણાટોણામારી શારીરીક અનેમાનસિક દુઃખત્રાસ આપી ગાળો બોલી મુંઢમાર મારી પુરતું જમવાનું ન આપી ઘરેથી કાઢી મુકીગુનો કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાહન અકસ્માત
આદસંગ ગામે માહી ડેરીની પાસે ખાંભા રાજુલા રોડ ઉપર ભરતભાઈ લક્ષ્મણભાઈ રાદડીયા ઉ.વ. ૪૫ નો દિકરો મીત તથા તેનામિત્ર રૂદ્રબંને જણા તા. ઘનશ્યામનગરથી થોરડી વચ્ચે આવેલ માહી ડેરી પાસે રોડ ઉપર સાઈડમાં ઉભાહતા.અને તેની સાથે બાઈક પણહતું.આ વખતે એક અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી મીતના બાઈક પાછળભટકાવી દેતા મીત તથા રૂદ્ર બંને પડી ગયેલ હતા. મીતને માથાના ભાગે તથા બંને પગના નળાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે નાની મોટી ઈજાઓ કરી ફોરવ્હીલ નાસી જઈ ગુનો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઉંટીયાગામે ઝપાઝપી
રાજુલા તાલુકાના ઉંટીયા ગામે રોહિતભાઈ રામજીભાઈપરમાર ઉ.વ.૧૯ના ઘરે જવાના રસ્તામાંગારોહોય.જેથી સામાવાળા અશ્વિન લખાભાઈ,ઘુધા ભાણાભાઈ,લખા મંગાભાઈ પરમારને સારૂ નહી લાગતા રોહિતભાઈ તેના ઘરેથી નીકળીનેજતો હોય.ત્યારે ત્રણેય શખ્સોએ ઢીકાપાટુંનો મુંઢમાર મારતા રોહિતભાઈના માતાપિતા વચ્ચે પડતા તેઓ સાથે પણ ઝપાઝપી કરી મારમાર્યાની ડુંગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝેરી દવા પી જતા
પીરખીજડીયા ગામે ભુવાનભાઈ કરકરની વાડીએ કાજલબેન લાલાભાઈ ડામોર ઉ.વ.૧૬ વાડીએ આવેલ ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.આ બનાવ અંગે લાલાજીભાઈ સુરસિંહ ડામોરે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
