News of Friday, 17th October 2025
ચોટીલાનો આંકળીયામાંથી લાપતા સગીરને પોલીસે ભરૂચથી શોધી કાઢયો
દૂધભરવા જવાનું કહી નીકળ્યો'તોઃ ભાડલા પોલીસે શોધી પરિવારને સોંપ્યો

રાજકોટઃ ચોટીલાના આંકળીયા ગામમાં રહેતો હેતરાજ અરવિંદભાઇ સોલંકી (ઉ.વ. ૧૬) ગત તા. ૧૪ ના રોજ ભાડલા ગામે દૂધ ભરવાં આવ્યો હતો અને દૂધનો હિસાબ લઇને કહયા વગર નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પોલીસમાં જાણ કરતા ભાડલા પોલીસના પી.આઇ. એ.સી. ડામોર એ.એસ.આઇ. અંકીતભાઇ ગામીત તથા કોન્સ. હરેશભાઇ ચાવડા સહિતે સી.સી. ટીવી ફુટેજ તથા તેના મિત્ર વર્તુળોમાં તપાસ શરૂ કરી હતી. દરમ્યાન બાતમી મળતા સગીરને ભરૂચથી શોધી કાઢીં પરિવારને સોપવામાં આવ્યો હતો.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
