<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

જૂનાગઢના સગીર વિદ્યાર્થી પાસેથી નાણા કઢાવવાના બનાવમાં એક કિશોર સહિત બેને ઝડપી લેવાયા

જૂનાગઢ તા.૧૭: અત્રેના પોલીસ સ્‍ટેશનની રાવ મુજબ  ફરીયાદી રીટાબેન વા/ઓ લવકુમાર ત્રીકમભાઇ હરવાણી ઉ.વ.૪૫ રહે.-ચોબારી રોડનો   દિકરો રીષી સુભાષ કોલેજ, ખામધ્રોળ રોડ, જુનાગઢ ખાતે અભ્‍યાસ કરતો હોય તે પોતાના અભ્‍યાસના સ્‍થળથી ઇ-બાઇક ચલાવીને પોતાના ઘરે આવતો હોય ત્‍યારે જુનાગઢ ચોકડી બાયપાસ રોડ ઉપર ફરીયાદીના દિકરા રીષી ની ઈ-બાઇકમાં પાછળ આરોપી સુનીલ ઇગળે અને તેની સાથેના અન્‍ય એક છોકરાએ બે સવારી મો.સા. ચાલકે પોતાની મો.સા. અથડાવી આરોપીએ પોતાને ઇજા થયેલ હોવાનુ કહી ફરીયાદીના દિકરા રીષી ને સીવીલ હોસ્‍પિટલે જવા મનાવી લઇ અને કોઇ અવાવરૂ જગ્‍યાએ બે ત્રણ કલાક જેટલો સમય રોકી રાખી ગે.કા. અટકાયત કરી ફરીયાદીના દિકરા રીષી ને ગાળો આપી ફરી. તથા તેના દિકરા પાસે સારવારના બહાને રૂ.૧૫,૦૦૦/-બળજબરીથી કઢાવવા માટે ફરીયાદી ના દીકરા ઉપર અકસ્‍માતનો ખોટો પોલીસ કેસ કરી ફસાવવાની અને પગ ભાંગી નાખવાની ધમકી આપેલાના બનેલ બનાવની હકીકત જણાવતા સદર બાબતે  ગુન્‍હો રજીસ્‍ટર કરી તપાસ હાથ ધરી  ગણતરીના કલાકોમાં જ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી (૧) સુનીલ સોમાભાઇ ઇગળે, મરાઠી ઉ.વ.૨૮ રહે.-દોલતપરા, ૬૬ કે.વી. મહેતાનગર, ત્‍થા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એ.બી. ગોહીલની સુચના મુજબ પોલીસ સબ ઇન્‍સ. પી.એ. જામંગ તથા પો.હે.કો. વિપુલભાઇ રાઠોડ તથા કૈલાસભાઇ જોગીયા તથા પો.કોન્‍સ. કરશનભાઇ ભારાઇ તથા ભુપતભાઇ ધુળા તથા રધુવિરસિંહ જે. સીસોદીયા તથા જુનાગઢ, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રૂપ ના પોલીસ સ્‍ટાફના કર્મચારીઓએ સંયુક્‍તમાં મળીને કરેલ છે. (૩.૧૧)

(1:41 PM IST)