News of Friday, 17th October 2025
ખંભાળીયામાં યાત્રાના બહાને છેતરપીંડી કરનાર ઝડપાયોઃ ર.૩૬ લાખની રીકવરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. તાજેતરમાં ખંભાળીયા વિસ્તારના પ૯ લોકો જે સતવારા સમાજના હતા તેમને યાત્રા કરવા લઇ જવાના બહાને કંડોરણા ગામનો કલ્પેશ નામનો શખ્સ ર.૩૬ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. તથા તેનો ફોન પણ બંધ કરી દીધેલો આ સંદર્ભેમાં ખંભાળીયાના સતવારા સમાજના અગ્રણી રસીકભાઇ નકુમ તથા મયુરભાઇ નકુમ દ્વારા ખંભાળીયા પો. ઇ. બી. જે. સરવૈયાનો સંપર્ક કરીને આ બાબતે પગલાનું જણાવતા પી. આઇ. શ્રી સરવૈયા તથા સ્ટાફના હેમતભાઇ નંદાણીયા, કાનાભાઇ લુણા દ્વારા આ કામના આરોપીને પકડી તેની પાસેથી છેતરપીંડીની ર.૩૬ લાખની રકમ રીકવર કરીને જેમના પૈસા છેતરીને લઇ ગયેલો તે પરત આપવા આયોજન કર્યું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
