News of Friday, 17th October 2025
ખંભાળીયા પાલિકા દ્વારા અપાયેલ ભાડાપટ્ટા પ્રકરણઃ કેટલાક આસામીઓ પાસે શુન્ય રૂપિયા ભાડુ???
દેવભુમી દ્વારકા જીલ્લાનાં પીડબલ્યુડીના કાર્યપાલક ઇજનેર નિવૃત થયાને દોઢ મહિનો થવા છતા હજુ નિમણુંક ન થઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭: પોલીકા દ્વારા અપાયેલા ભાડાપટ્ટા પ્રકરણમાં વર્ષોથી નજીવા ભાડે વાપરતા આસામીઓ ને ફુટે પાંચ રૂપિયા, જેવી મામુલી રકમ પણના ભરવી હોય તેની ‘હાઇપ્રેસર' કરીને પાંચ રૂપિયા વાળો ઠરાવ મુલત્વી રાખીને જુના ભાડા વાળો ઠરાવ રાખવા પાલિકા સામાન્ય સતામાં ઠરાવ થતાં પાલિકાને કરોડોનું આર્થિક નુકશાન થવાના મુદે આ મુદો પ્રચલીત થતાં નજીવા ભાડેથી જમીનો વાપરવા સિવાય સહિત એટલે કે શૂન્ય ભાડાથી જમીનો પાલિકાએ વાપરવા દીધી હોવાનો ચોંકાવનારો ધડાકો થતાં ભારે ચર્ચા જાગી છે.
પાલિકામાં ભાડા પટ્ટા પ્રકરણમાં પાલિકા ના હોદેદારોના માનીતા ને મફતના ભાવે અને કયાંક તો સાવ મફત ભાડુ શુન્ય એવી રીતે જમીનો દુકાનો ખાતેની લગત જમીન વાપરવા આપી દીધી છે અને તે પણ વર્ષોથી ! કેટલીક જમીનની માપણી ના થવાથી પણ ભાડું લેવાતુ નથી પણ રીન્યુ થઇ જાય છે દર વર્ષે વગર ભાડુ થયે !
ખંભાળિયા પાલિકાની ભાડા પટ્ટાની મિલકતોમાં ર૬૪ મિલ્કતો માંથી ૮૦ ઉપરાંતની મિલકતો એવી છે કે જે પાલિકાની માલીકીની છે પણ તત્કાલીન પાલિકા હોદેદારોએ મફત વાપરવા આપી છે તે પણ વર્ષોથી ! કેટલીક જગ્યાઓ પર દુકાનોની બાજુમાં મીઠું કોથળા રાખવા આપેલી તો કેટલીક જગ્યા નજીકમાં હતી.
પાલિકાના નોંધાયેલ દસ્તાવેજો મુજબ ભાવગર અમૃતગર દુકાન નં. ૭૬, રણછોડ પોપટલાલ દુકાન નં. ૭૭ રણછોડ પોપટલાલ દુકાન નં. ૭૮, ફકીર રજા અલી દુકાન નં. ૭ર, શમા ઇસ્માઇલ દુ. નં. ૯ર, શાહ રવજી રતનશી ઠાકરશી કાકુભાઇ દુકાન નં. ૧૧ર, વીરજી વાલજી કાનજી પોપટ નાનજી માધવજી સહિત ૮૦ ઉપરાંતના આસામીઓ એવા છે કે જે પાલિકાના ભાડાપટ્ટા ધારકો છે. પાલિકા એ તેમને હકક આપેલો છે. પણ પૈસા કંઇ ભરવા ના નથી...!! છે ને અજબ વાત...!!
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી. ડબલયુ. ડી.ના કાર્યપાલક ઇજનેરશ્રી ઉત્તમ ચૌધરી તાજેતરમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. તેમણે ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, તથા ભાણવડ વિસ્તારમાં અનેક કાર્યો કર્યા હતાં. તથા નવા રોડ બનાવવા તથા વિકાસ કાર્યોમાં ખુબ જ મહત્વનું કાર્ય કર્યુ હતું.
તેમના નિવૃત્તિ થયા પછી તેમની જગ્યાએ વડોદરા વિસ્તાર વિકાસ મંડળ વડાના કાર્ય. ઇજનેર શ્રી કે. એમ. પટેલની નિમણુક થઇ હતી પણ છેલ્લા છેવાડાના જિલ્લામાં હજુ તેઓ હાજર થયા નથી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
