News of Friday, 17th October 2025
ધારાસભ્ય કાંતિલાલને મંત્રી પદ મળતા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી.
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા: ઢોલ નગારાના તાલે ઉજવણી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ધારાસભ્ય કાંતિલાલને મંત્રી પદ મળતા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. આ સાથે ઢોલ -નગારાના તાલે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, ભુપતભાઈ જારીયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
