તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
એકાદશી નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો : ચાંદીનો મુકુટ-હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડીઝાઇનના વાઘાનો દિવ્ય શણગાર
પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.20 ને સોમવારે કાળીચૌદશ નિમિતે સમૂહ મારૂતિયજ્ઞ પૂજનનું ભવ્ય આયોજન

રાજકોટ તા.૧૭ : શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિતે તા:17-10-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડીઝાઇનના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી.
સાળંગપુરધામ ખાતે આગામી તા.20 ઓક્ટોબર 2025ને સોમવારના રોજ કાળીચૌદશ નિમિતે સમૂહ મારૂતિયજ્ઞ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળા આરતી : સવારે 5:30 કલાકે, શણગાર આરતી : સવારે 7:00 કલાકે, સમૂહયજ્ઞ પ્રારંભઃ સવારે 7:00 કલાકે, અભિષેક આરતી : સવારે 8:00 કલાકે, અન્નકૂટ આરતી : સવારે 11:00 કલાકે,સમૂહયજ્ઞ પૂર્ણાહૂતિ : સવારે 12:00 કલાકે કરવામાં આવશે. કાળીચૌદશ તા.20-10-2025ને સોમવારના રોજ સમૂહયજ્ઞ પૂજનવિધિ(યજ્ઞ)માં બેસવા ઈચ્છતા હરિભકતોએ અગાઉ રૂબરૂ અથવા તો ફોનથી (9825835304/05/06) પોતાના નામ નોંધાવી દેવા વિનંતી.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
