News of Friday, 17th October 2025
મહુવાના ભાદોડ ગામ અને ખાટસુરા ગામના માગૅમાં થ્રી વ્હીલ છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું મોત
અક્સમાતમાં છકડો રિક્ષા ચાલક અને બાઈક ચાલક બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી : સારવાર દરમિયાન બાઈક ચાલકનું મૃત્યુ

(રહીમ વસાયા દ્વારા ) મહુવા :સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ અને ખાટસુરા ગામ વચ્ચે ના ગ્રામ્ય વિસ્તારના માર્ગ માં થ્રી વ્હીલ છકડો રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં છકડો રિક્ષા ચાલક અને બાઈક ચાલક બન્નેને ગંભીર ઈજા ઓ પહોંચી હતી પ્રથમ સારવાર અર્થે મહુવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં બાઈક ચાલક ધીરૂભાઇ માધાભાઇ બારૈયા ઉંમર વર્ષ ૪૫ (પીચતાલિસ) રહેઠાણ ખાટસુરા ગામ તાલુકો મહુવા ને વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં આગળ સારવાર દરમિયાન તેઓ નું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેવું રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
