<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

જામનગરના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ રાજકોટ જેલના પેરોલ ફરારી કેદીને ઝડપતી પેરોલ ફર્લો સ્કવોડ જામનગર

જામનગર શાકમાર્કેટ પાસે ઇશાકભાઇના ઢાળીયા વાળી શેરીમાંથી રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ ફરારી કેદીને ઝડપી લેવાયો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર યાદવ (IPS)નાઓએ પેરોલ/ફર્લો-વચગાળાના જામીન પરના જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ પેરોલ જમ્પ કેદીઓને શોધી કાઢવા સુચના કરતા જેથી જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એબસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર  એમ.વી.ભાટીયા તથા સ્ટા ફના માણસોસાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સ દ્રારા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હોય,

   આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, સ્ટાફના સલીમભાઈ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, હાર્દીકભાઇ ભટ્ટ, મહિપાલભાઇ સાદીયા તથા પો કોન્સ. દિલીપસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે બાતમીદારોથી હકીકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી ઇમ્તીયાઝ કાસભાઇ કટારીયા ખાટકી (ઉ.વ.૪૧ )ધંધો મજુરી (રહે.હુશેનીચોક ખાટકી વાડ જામનગર વાળો) નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના હુકમથી પેરોલ રજા ઉપર જેલ મુક્ત કરવામાં આવેલ હોય અને કેદીને તારીખ ૦૩/૦૯/૨૦૨૫ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આજદીન સુધી જેલ ખાતે પરત હાજર નહી રહી ફરાર થયેલ હોય જે કેદીની તપાસ કરતા હાલ જામનગર શાકમાર્કેટ પાસે ઇશાકભાઇના ઢાળીયા વાળી શેરીમાં હાજર હોવાની ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા આરોપી મળી આવતા પકડી પાડી મજકુર કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા તથા પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દીકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ બંળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે

(9:50 PM IST)