હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના પાટડી - જૈનાબાદ રોડ ઉપર બ્રિજના કામમાં લોખંડ ચોરનાર ૨ ઝડપાયા
લોખંડની ૬૦ પ્લેટ અને ૧૨૫ કિલો સળીયાની ચોરી કરી'તી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ મથકે પાટડી-જૈનાબાદ રોડ પર બ્રીજના કન્સ્ટ્રકશન કામની સાઈટ પરથી લોખંડ અને ખારાઘોઢા કેનાલ પાસેથી વીજ કંપનીના વાયરો ચોરાયાની ફરિયાદ થઈ હતી. જેમાં લોખંડ ચોરી કરનાર બે શખ્સોને એલસીબી ટીમે દબોચી લીધા છે.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામે રહેતા વિવેકભાઈ સુરેશભાઈ પટેલ આશીશ ઈન્ફ્રાકોન પ્રા. લિ.માં કન્સ્ટ્રકશનનું કામ કરે છે.હાલ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જૈનાબાદ રોડ પર આવેલ ભાવના રીસોર્ટ પાસે બ્રીજ બનાવવાનું કામ કરી રહ્યા છે. તા. ૨-૧૦ના રોજ તેમની સાઈટ પર કામ કરતા મજુરે બ્રીજના કામમાં ઉપયોગમાં લેવાના લોખંડની સરટીંગ પ્લેટ અને લોખંડના સળીયાની ચોરી થયાની જાણ કરી હતી. આથી વિવેકભાઈએ ત્યાં જઈ તપાસ કરતા કોઈ શખ્સ લોખંડની ૬૦ પ્લેટ કિંમત રૂ. ૧.૨૦ લાખ અને ૧૨૫ કિલો લોખંડના સળીયા કિંમત રૂ. ૬,૨૫૦ મળી કુલ રૂ. ૧,૨૬,૨૫૦ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે તેઓએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. આ ચોરીને અંજામ આપનાર બે આરોપી જૈનાબાદના ટાંકીપરામાં રહેતા યુસુફ ઉર્ફે શાહરૂખ ઈમામભાઈ દીવાન અને જૈનાબાદના રાવળવાસમાં રહેતા ભરત અજીતભાઈ જોગીયાનીને એલસીબી ટીમે ઝડપી પાટડી પોલીસના હવાલે કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
