News of Saturday, 18th October 2025
ગોંડલનાં ૩૫૦ વર્ષ જુનાં મહાલક્ષ્મી મંદિર આજે ધનતેરસનાં પાવન દિવસે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયુ
રાજાશાહી સમયનો ઇતિહાસ જીવંત થયોઃ શાસ્ત્રોકત પૂજન-મહાઆરતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: રજવાડી ઠાઠ અને પ્રાચિન ઇતિહાસ માટે જાણીતાં ગોંડલ માં ઐતિહાસિક ગણાંતા મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોધ્ધાર પુર્ણ થતા આજે ધનતેરસ નાં પાવન દિવસે શાષાોકત પુજન અને મહા આરતી સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાતા દર્શન માટે ભાવિકોની જબરી ભીડ જામી હતી.
ગોંડલની સ્થાપના કરનારા પ્રથમ રાજવી ભાઙ્ખકુંભાજી એ નિર્માણ કરેલા અંદાજે ૩૫૦ વર્ષ જુના નાનીબજાર વચલીશેરી માં આવેલા પુરાતન એવા મહાલક્ષ્મી મંદિરનું નવનિર્માણ ગણતરીનાં દિવસોમાં જડપભેર પુર્ણ થયું છે. આજે આ ઐતિહાસિક મંદિર ધનતેરસનાં પાવન પર્વ ઉપર દર્શનાર્થીઓ માટે આધુનિક સ્વરુપે ખુલ્લુ મુકાયુ છે.
આશરે દોઢસો વર્ષ થી વધુ સમય નો ઇતિહાસ સંઘરી બેઠેલા ભુરાબાવાનાં ચોરાનો અદભુત કાયાકલ્પ કરી જુના ઇતિહાસ ને ફરી જીવંત કરનાર નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન અને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ ગોંડલનાં વચલી શેરીમાં આવેલા શહેરનાં એકમાત્ર મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોધ્ધાર કરી નવનિર્માણ કરવા બીડુ જડપ્યાં બાદ ધમધોકાર રિનોવેશનનું કાર્ય શરુ કરાયું હતુ. ટુંકી જગ્યામાં રહેલા મંદિરની પરીસરને વિશાળ બનાવી આરસ,માર્બલ નાં ચણતર તથા ઝુમર સહિત લાઇટીંગ સાથે આધુનિક ઓપ અપાયો છે.
અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે મહાલક્ષ્મી મંદિર અતિ પ્રાચિન અને પુરાતન છે. ગોંડલનાં અદભુત અને ગૌરવંતા ઇતિહાસને ફરી જીવંત કરવાની લગનીને કારણે ભુરાબાવાનાં ચોરા બાદ મહાલક્ષ્મી મંદિરનાં જીર્ણોધ્ધારનું કાર્ય હાથ ધરાયુ હતુ. જેમાં અંદાજે ૩૫ લાખ થી વધુ ખર્ચ કરાયો છે. આ ભગીરથ કાર્યનાં મુખ્ય દાતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર છે. ઉપરાંત ભક્તજનો અને વેપારીઓ સહયોગી બન્યા છે.
અશોકભાઈ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા આગામી તા.૫ દેવ દિવાળી નાં પાવન દિવસે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરાયું છે. જે માટે બ્રહ્મસમાજને સાથે લઇ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.
ગોંડલનું મહાલક્ષ્મી મંદિર ઐતિહાસિક ગણાય છે. લોકવાયકા મુજબ જ્યારે ગોંડલ રાજ્ય દ્વારા સંત દાશી જીવણસાહેબને કેદખાનામાં બંધ કરી અમુક કોરી દંડ ભરવાનો આદેશ કરાયો હતો ત્યારે ખુદ ભગવાન શ્રીકળષ્ણ વેપારી શેઠનો વેશ ધારણ કરી દ્વારકા થી ગોંડલ આવ્યા હતા. અને ગોંડલ પહોચી પહેલા વચલીશેરીમાં મહાલક્ષ્મી મંદિરે પંહોચી દર્શન કરી બાદમાં દરબારગઢ પહોચી પોતાના પરમ ભક્ત દાસીજીવણ સાહેબ નો દંડ ભરી તેમને કેદ મુક્ત કરાવ્યાં હતા.આજે પણ આ ઘટનાની ગવાહી આપતુ મહાલક્ષ્મી મંદિર આધુનિક સ્વરુપે દર્શનીય બન્યું છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
