News of Saturday, 18th October 2025
શ્રી દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુના વેંચાણ-સેવન ઉપર પ્રતિબંધ
મંદિર આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો અને ફેરિયાઓ ઉપર પ્રતિબંધ કરાયો

(કૌશલ સવજાણી-આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ખંભાળીયા-ઓખા તા. ૧૮ :.. દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગૂટખાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહીવટદારશ્રીની દરખાસ્ત કરેલ. જે અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ (સો) મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો કે પાન, બીડી, ગુટખા, આ માણસના શરીર અને સ્વાસ્થ્ય માટે સારા નથી, તો આ જાહેરનામુ માત્ર દિવાળી માટે નહીં પરંતુ હંમેશા માટે અમલમાં રહેવું જોઇએ. આ જ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘સ્વચ્છ ભારત' મિશનનો ભાગ છે. અને આ રીતે ‘સ્વચ્છ દ્વારકા'નું સ્વપ્ન સાકાર થવું જોઇએ.
શ્રી લક્ષ્મીજીના પૂજન- અર્ચન સાથે સોૈરાષ્ટ્ર- કચ્છમાં ધનતેરસની ઉજવણી
દિવાળી- નૂતનવર્ષ ઉજવવા લોકોમાં થનગનાટઃ બજારોમાં ભારે ભીડ જામી
રાજકોટ, તા.૧૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં આજે શ્રી લક્ષ્મીજીના પૂજન- અર્ચન સાથે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે શ્રી લક્ષ્મી માતાજી તથા સોના- ચાંદીના દાગીનાની પૂજન- અર્ચનનું વિશેષ મહત્વ છે. આજે સવારથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છના શ્રીલક્ષ્મી માતાજીના મંદિરો તથા ધાર્મિક સ્થળોએ ભાવિકો પૂજન, અર્ચના, દર્શન માટે ઉમટયા છે.
દિવાળી નૂતન- વર્ષ ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહયો છે. બજારોમાં ભારે ખરીદીનો માહોલ જામ્યો છે.
દિપાવલી નૂતનવર્ષના પર્વમાં લોકો ધાર્મિક અને ફરવાલાયક સ્થળોએ ઉમટી પડશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
