<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

તહેવારોની ભીડને અનુલક્ષીને ચામુંડા માતાજી દર્શનમાં ફેરફાર

પાચ દિવસ ડુંગર પગથિયાનાં દ્વાર ૩:૩૦ ના ખુલશે ડુંગર મંદિર ખાતે પરોઢની આરતી સવારે ૪:૦૦ કલાકે

 (હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૮:દિવાળીના તહેવારો દરમિયાન રાજ્‍યનાં યાત્રાધામોમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે ચોટીલા ચામુંડા ધામ ડુંગર મંદિર ખાતે સપર ના દિવસો દરમ્‍યાન દર્શન તથા આરતી,ભોજનપ્રસાદ ના સમય માં ફેરફાર કરવામાં આવેલ છે.

ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે તા.૨૨/૧૦ થી તા.૨૬/૧૦ સુધી ડુંગર પગથિયાંના દ્વાર વહેલી સવારે ૦૩:૩૦ વાગ્‍યે ખૂલી જશે. અને પરોઢની આરતીનો સમય સવારે ૪:૩૦ વાગ્‍યાનો રહેશે.

તા. ૨૭ ને કારતક સુદ ૧૪ થી તા. ૪/૧૧ સુધી ડુંગર પગથીયાં ના દ્વાર સવારે ૦૪:૩૦ વાગ્‍યે ખૂલી જશે તથા સવાર ની આરતી ૦૫:૦૦ વાગ્‍યે થશે.

કારતકી પૂનમ ના દિવસે પગથિયાંનો દ્વાર વહેલી સવારે ૧.૩૦ વાગ્‍યે ખૂલી જશે અને સવારની આરતી ૦૨:૦૦ વાગ્‍યે થશે.મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદ રાબેતા મુજબ બપોરે ૧૧  થી ૦૨:૦૦ તેમજ સંધ્‍યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્‍તનો રહેશે. 

(11:51 AM IST)