<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ગુજરાત સરકારમાં ભાવનગરનો દબદબો

જીતુભાઈ વાઘાણીને ફરી કેબિનેટ મંત્રીની તાજપોશી : પરસોત્તમભાઈ મંત્રી પદે યથાવત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: રાજ્‍યના મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્‍યોનો મંત્રી પદે સમાવેશ થતા મંત્રી મંડળ માં ભાવનગરનું મહત્‍વ વધ્‍યું છે. પરસોત્તમભાઈ સોલંકી ને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્‍યા છે .જ્‍યારે જીતુભાઈ વાઘાણી ને કેબિનેટ કક્ષાનું પ્રધાનપદુ પ્રાપ્ત થયું છે. આમ ભાવનગરનો રાજ્‍યના મંત્રી મંડળ માં દબદબો વધ્‍યો છે.

ભાવનગરમાંથી બે ધારાસભ્‍યો રાજ્‍યના મંત્રી પદે નિયુક્‍ત થતા બંને લોકપ્રિય નેતાઓ જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી ના વિશાળ ચાહકવર્ગમાં તેમજ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ હતી. શહેર ભાજપ કાર્યાલય ફટાકડા ફોડવામાં આવ્‍યા હતા. જ્‍યારે ભાવનગર સ્‍થિત પરષોત્તમભાઈ સોલંકીના નિવાસસ્‍થાન મીરાકુંજ ખાતે મોટી સંખ્‍યામાં કાર્યકરો ભેગા થયા હતા અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ આપી ખુશી વ્‍યક્‍ત કરી હતી.

પુરૂષોતમભાઈ સોલંકી નો દબદબો યથાવત કોળી સમાજના લોકલાડીલા નેતા પુરૂષોતમભાઈ સોલંકીને પડતા મુકવા ભાજપને પરવડે તેમ નથી. અને તેનો કોઈ વિકલ્‍પ નથી. મુંબઈ થી ભાવનગર આવેલા પુરષોત્તમભાઈ સોલંકી એ બહુમતકોળી સમાજમાં અભૂતપૂર્વ લોક ચાહના પ્રાપ્ત કરી છે. મુંબઈમાં નગર સેવકથી ગુજરાતના મંત્રી સુધીની સફર ભાવનગરમાં લોકસભામાં અપક્ષ લડી તાકાત બતાવનાર પુરૂષોતમભાઈ સોલંકી ભાજપમાં જોડાયા અને કોળી સમાજના સિંહ તરીકે જાણીતા બન્‍યા છે.

રાજ્‍યના દરેક મંત્રીમંડળમાં મંત્રી રહેલા સોલંકી નાદુરસ્‍ત તબિયત છતા પાર્ટી માટે ખરા સમયે  યોધ્‍ધા બને છે. માત્ર ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ સૌરાષ્‍ટ્રમાં પણ સમાજ ઉપર તેની સારી પકડ છે. આજે પરસોતમભાઈ સોલંકી ને ફરી મંત્રી પદ પ્રાપ્ત થતા ભાવનગર સ્‍થિત તેમના નિવાસસ્‍થાન મીરાકુંજ ખાતે કાર્યકરોનો મેળાવડો જામ્‍યો હતો. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડવામાં આવ્‍યા હતા અને કાર્યકરોએ એકબીજા ને મીઠાઈ ખવડાવી હતી.

જીતુભાઈ વાઘાણી ફરી મંત્રી બન્‍યા ભાવનગરના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી ને કેબિનેટ મંત્રી નો દરજ્જો આપવામાં આવ્‍યો છે તેઓને કેબિનેટ કક્ષાના કળષિ મંત્રી બનાવાયા છે. જીતુભાઈ ની રાજકીય સફર એ.બી.વી.પી. થી શરૂઆત થઈ હતી. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પヘમિની બેઠક ઉપર ૩ ટર્મથી ધારાસભ્‍ય રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી, રાજયના શિક્ષણમંત્રી બન્‍યા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને હવે ફરી એક વખત થયુ કેબિનેટ મંત્રી બન્‍યા છે. જીતુભાઈ ફરી મંત્રી બનતા ભાવનગરમાં તેના વિશાળ ચાહકોમાં તેમજ ભાજપ ના આગેવાનો અને કાર્યકરોમાં માં ભારે ઉત્‍સાહ અને હર્ષની લાગણી ફલાઈ હતી. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે જીતુભાઈ મંત્રી બનતા ફટાકડા ફૂટયા હતા.

આમ ભાવનગર જિલ્લાનુ મંત્રીમંડળમાં મહત્‍વ વધ્‍યું છે. જિલ્લાના બે ધારાસભ્‍યો મંત્રી બનતા ભાવનગરનો ફરી મંત્રીમંડળમાં દબદબો વધ્‍યો છે.

(11:53 AM IST)