News of Saturday, 18th October 2025
માણાવદરના ઉંટડી ગામે દોરડુ પગમાં ફસાયું ને ભેંસ ભાગી, ઢસડાઇ જવાથી દેવશીભાઇનું મોત
૫૮ વર્ષિય ખેડુતે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ સોંદરવા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: માણાવદરના ઉંટડી ગામે ભેંસને પાણી પીવડાવવા ગયેલા ખેડુત પ્રૌઢ ના પગમાં ભેંસનું દોરડા ફસાઇ જતાં તે ચાલવા જતાં દોરડુ ખેંચાતા ભેંસ ભડકીને ભાગતાં પોતે ઢસડાઇ જતાં ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ઉંટડી ગામે રહેતાં દેવશીભાઇ બીજલભાઇ સોંદરવા (ઉ.વ.૫૮) નામના ખેડુત ૧૪મીએ સવારે વાડીએ હતાં ત્યારે પોતાની ભેંસને પાણી આપવા જતાં આ વખતે ભેંસનું દોરડુ તેમના પગમાં આવી ગયું હતું. ચાલતી વખતે દોરડુ ખેંચાતાં ભેંસ ઉભી થઇને ભાગી હતી. આ કારણે દેવશીભાઇ ખેંચાઇ ગયા હતાં અને ઢસડાયા પણ હતાં. ઉપરાંત ભેંસે તેમને ઢીંકે પણ ચડાવી દેતાં ઇજાઓ થતાં જુનાગઢ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર દેવશીભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. દિવાળી પર્વમાં આ ઘટના બનતાં પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
