તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
કોટડા સાંગાણીના કરમાળ પીપળીયા પાસે બાઇક સ્લીપ થઇ જતાં ૨૦ વર્ષના રાહુલ અધેરાનું મોત
મુળ ગોંડલ ગુંદાળાનો વતનીઃ રાતે ચા-પીવા આટો મારવા નીકળ્યા બાદ બનાવઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૮: ગોંડલના ગુંદાળાનો વતની અને હાલ કોડા સાંગાણીના કરમાળ પીપળીયા ગામે રહેતો રાહુલ વિનુભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામના યુવાનનું રાત્રીના સાડા અગીયારેક વાગ્યે કરમાળ પીપળીયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ગુંદાળાનો વતની રાહુલ કેટલાક સમયથી તેના ભાઇ સાથે કાકાના ઘરે કરમાળ પીપળીયા ગામે રહેતો હતો અને શાપર ખાતે કારખાનામાં કામ કરતો હતો. તેને આંચકી ક્યારેક આવી જતી હતી. રાતે તે બાઇક લઇને આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ કરમાળ પીપળીયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ તેના ભાઇને થતાં પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સારવારમાં સવારે તેનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં મોટો હતો. ચા પીવા જવાનું અને આટો મારવા જવાનું કહીને રાતે ઘરેથી નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારના દિવસોમાં પરિવારે યુવાન પુત્ર ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
