<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ઇકો ફ્રેન્‍ડલી દિવાળીઃ પર્યાવરણ માટે નવી દિશા

પ્રકુતિ માણસ અને સમાજ ત્રણેય વચ્‍ચે સમન્‍વય રહે ત્‍યારે સાચી દિવાળીઃ એવી દિવાળી પ્રકાશ ફેલાવે અંધકાર નહીં ધુમાડો નહીં મનને પ્રફુલ્લિત કરી આનંદિત કરે તણાવ નહીં હ્‍દય અને મનને સ્‍વચ્‍છ રાખે

પોરબંદરઃ આપણા ભારત દેશમાં તહેવારોનો રાજા એટલે દિવાળી દિવાળી તહેવારોમાં સૌથી લોકપ્રિય તહેવાર પ્રકાશનો તહેવાર તરીકે જાણીતી દિવાળી અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પ્રતીક છે પરંતુ હાલમાં કેટલાક વર્ષોમાં જોવા મળ્‍યું છે કે દિવાળીની ઉજવણી પર્યાવરણ માટે હાનિકારક બની રહી છે ફટાકડા નો ધુમાડો અવાજ પ્‍લાસ્‍ટિકના કચરાઓનું પ્રમાણ વીજળીના અભિષેક ઉપયોગને કારણે પર્યાવરણ ઉપર માંથી અસર પહોંચાડે છે આ નાનકડા લેખમાં આપણે સમજીશું કે ઇકો ફ્રેન્‍ડલી દિવાળી એટલે કે પર્યાવરણ મૈત્રી દિવાળી કઈ રીતે ઉજવી શકાય.

દિવાળીનું મૂળ પ્રાચીન પરંપરાઓ માં જોડાયેલું છે એક માન્‍યતા મુજબ ભગવાન શ્રી રામે ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્‍યા પરત ફરિયા ત્‍યારે અયોધ્‍યા વાસીઓએ શ્રીરામના આગમન ને હસો ઉલ્લાખથી ઉજવીને દીપ પ્રગટાવ્‍યા હતા જે તે સમયથી દિવાળીનો તહેવાર ઉજવાય છે દિવાળી માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક આર્થિક અને સાંસ્‍કળતિક મહત્‍વ પણ ધરાવે છે પરંતુ આધુનિક સમયમાં ભૌતિક દેખા દેખીને કારણે આપણે એવા ઉપાયો અપનાવ્‍યા છે કે જેને કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચ્‍યું છે દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા આજના સમયમાં ગંભીર સ્‍વરૂપ ધારણ કર્યું છે જેમકે દિવાળી બાદ વધી રહેલા દમના દર્દીઓના કેસ શ્વાસને ગંભીર પ્રકારની બીમારીઓ ઓક્‍સિજનની માત્રા ઘટવાના કારણો ઘણા કેસો નોંધાય છે આજના સમયમાં દેખાદેખી વધી જતા ઇલેક્‍ટ્રોનિક સાધનો લાઈટ ડેકોરેશનને કારણે ઉર્જાનું પ્રમાણ ઘટે છે વધારે પડતી ગિફટ મા વપરાતી સાધન સામગ્રીઓ જેવી કે પ્‍લાસ્‍ટિકનો ભરપૂર માત્રામાં ઉપયોગ એ પણ પર્યાવરણને હાનિ પહોંચાડે છે જેમકે આપ સૌ જાણીએ છીએ કે આ બધું જ ડેકોરેશનના વપરાતી ચીજ વસ્‍તુઓ એ કાયમી માટે નાશ પામતી નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તો ચાલો આપણે એક પ્રયાસ કરીએ પર્યાવરણ મૈત્રી દિવાળી ઉજવીએ.

 માટીના દીવડાઓના દીવાઓ અને મીણબત્તીઓના દીવાઓ દ્વારા દીપ પ્રગટાવીને પર્યાવરણની સુરક્ષા કરી શકે દિવાઓની અંદર પણ આપણે કપૂર તેલમાં પ્રગટાવી શકે કોઈને નડતરરૂપ થયા વિના પણ આપણે દિવાળી તો મનાવી શકીએ પ્રાકળતિક રંગોનો ઉપયોગ કરીને રંગોળીઓ બનાવી શકીએ જેમકે ફૂલહાર તોરણ વગેરે આપણા પ્રાકળતિક પર્યાવરણીઓ સંપત્તિ એ આપણને ઘણી બધી ભેટ આપી છે તેમાં મેન ગણાતું આસોપાલવ ચેહર ના આંગણા ની શોભા વધારે છે.

ફૂલહાર દ્વારા રંગોળી બનાવી શકીએ દિવાળીના સમયે દરમિયાન દીવડાવો તેમજ છોડ વાવીને અથવા તો આપીને પણ દિવાળી બનાવી શકીએ આપણે કોઈ એક વ્‍યક્‍તિ શરૂઆત કરે તો એનું અનુકરણ સમાજ કરે છે એ આપણે આજના સમયમાં જોઈએ છીએ તો કેમ એ શરૂઆત ઇકો ફ્રેન્‍ડલી દિવાળી બનાવીને ન કરી શકાય શાળા કોલેજ સંસ્‍થાઓમાં પણ આ બાબતે જાગળતિ લઈ આવવાના પ્રયત્‍નો કરવા જોઈએ આપણા દેશમાં હર વખતે મોટા મહાનગરપાલિકાઓ ખાતે પ્રદૂષણને કારણે ઘણા કેસ બીમારીના નોંધાય છે કે અટકાવી શકાય ‘નાની એવી શરૂઆત એક મોટું પરિવર્તન લાવી શકે એ કયારેય ભૂલવું જોઈએ નહીં',આધ્‍યાત્‍મિક દ્રષ્ટિ જોઈએ.

દિવાળી એ આનંદ પ્રકાશ અને એકતા નો સંદેશ આપે છે પ્રકાશનો તહેવાર છે અંધકાર અને મિટાવીને ઉજાસ તરફ લઈ જાય છે આવનારી આ દિવાળીનું પર્વ આપણા સૌ માટે આનંદીત બની રહે તેમજ પ્રકાશ એ માત્ર ઘરમાં જ નહીં પરંતુ મનમાં એ પ્રગટાવવો જોઈએ એ કયારેય ભૂલવું જોઈએ નહીં સાચી દિવાળી એ છે જ્‍યાં પ્રકળતિ માણસ અને સમાજ વચ્‍ચે સમન્‍વય રહે ત્‍યારે જ દિવાળીનું સાત્‍વિક અર્થ પ્રગટ થાય. દિવાળી તો ઉજવીએ પણ એવી દિવાળી છે.

પ્રકાશ ફેલાવે અંધકાર નહીં, ધુમાડો નહીં, મન ને ફુલિત રાખી આનંદીત કરે, તણાવ નહીં અને જે આપણા હૃદય અને મનને સ્‍વચ્‍છ રાખે તે સાચી દિવાળી કહી શકાય.

(12:16 PM IST)