<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સાયબર ફ્રોડ આચરી ભોગ બનનાર મહિલાને મરવા મજબૂર કરનાર ડીજીટલ એરેસ્‍ટ કેસમાં વધુ ચાર આરોપીઓને ભોપાલથી પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૮: ગત તા.૩૦/૦૮/૨૦૨૫ ના પુજાબેનના મો.નં.૯૨૭૭૩ ૦૧૩૦૧ ના વોટસએપ નંબરમાં આ કામના આરોપીએ પાર્સલ મોકલવા બાબતે ઇન્‍કમટેક્ષ અને પોલીસના નામે પુરો પરીવાર ફસાઇ જશે તેવો ભય બતાવી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી ડીજીટલ એરેસ્‍ટની ધમકી આપી કયુઆર કોડથી કુલ રૂ.૧,૧૫,૦૦૦ ટ્રાન્‍સફર કરાવડાવી હજી વધુને વધુ રૂપીયાની માંગણી કરી બ્‍લેકમેઇલ કરી માનસિક ત્રાસ ગુજારી મરવા મજબુર કરતા ફરી.ના પત્‍નિ કંટાળી જઇ પોતાના ઘરે બેડરૂમમાં પોતાની મેળે અનાજમાં નાખવાના સેલ્‍ફોસ ટીકડા ખાઇ આત્‍મહત્‍યા કરી લેતા વેરાવળ સીટી પો.સ્‍ટે.માં ગુન્‍હો નોંધવામાં આવેલ,

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આ ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇ આવા સાયબર ફ્રોડ આચરનાર ઇસમોને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્‍ટે. દ્રારા તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ બે ઇસમોને પકડી પાડવામાં આવેલ.

જેથી એલ.સી.બી.ના પો.ઈન્‍સ.એમ.વી.પટેલ એ તપાસ સંભાળી તેઓ દ્રારા એલ.સી.બી. સ્‍ટાફની અલગ અલગ ટીમ બનાવેલ જેમાં પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. પીઠરામભાઇ જેઠવા તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ભુપેન્‍દ્રસિંહ ચાવડા તથા પો.કોન્‍સ.પ્રવિણભાઇ બાંભણિયા નાઓએ તપાસ કરતા આરોપી બાબતે કોઇ હ્યુમન સોર્સીસથી માહીતી મળી શકે તેમ ન હોય જેથી આ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ મોબાઇલ નંબર, બેંક એકાઉન્‍ટની તમામ વિગતો, એ.ટી.એમ. સી.સી.ટી.વી. ફુટેજોનો અભ્‍યાસ કરી બેંક નોડલ ઓફીસર તથા વોલેટના નોડલ ઓફીસરનો સંપર્ક કરી તમામ માહીતીઓ એકત્ર કરવામાં આવેલ.

જેમાંથી માહીતી મળેલ કે,આ ગુન્‍હાના આરોપીઓ મધ્‍યપ્રદેશના ભોપાલ તથા અલગ અલગ અન્‍ય જીલ્લાઓમાં વસવાટ કરતા હોય અને કોઇ ચોકકસ સ્‍થિર જગ્‍યાએ રહેતા ન હોય વારંવાર રહેઠાણ, મોબાઇલ નંબરો તથા મોબાઇલ હેન્‍ડસેટ બદલતા હોય જેથી આ આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી.ની ટીમ બનાવેલ જેમાં પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. પ્રવિણભાઇ બાંભણિયા તથા પો.કોન્‍સ.ધર્મેન્‍દ્રસિંહ ગોહીલ તથા ડ્રા.એ.એસ.આઇ. નિલેશગીરી નિમાવત નાઓને મધ્‍યપ્રદેશ ખાતે જઇ આ તમામ જગ્‍યાઓએ જઇ વેશપલટો કરી આરોપીઓની રેકી કરી વોચ રાખી (૧) દાતર ઉર્ફે મોનુ સ/ઓ છક્કુલાલ ગબ્‍બુલાલ રજક ધોબી ધંધો-ડ્રાઇવીંગ રહે.પઠારી ગામ સારંગા મહોલ્લા ૨૪૩ વોર્ડ નંબર-૪ તા.પઠારી જી.વિદીશા (મધ્‍યપ્રદેશ), હાલ રહે.ભોપાલ છાવનીપઠાર મહોલ્લા રયસન બાયપાસ, (૨) હર્ષ ઉર્ફે હરસુ પર્વતસિંગ લોધી ઠાકુર  ધંધો-ડ્રાઇવીંગ રહે.મકરોનીયા ગામ ગાયત્રીનગર, નેહાનગર મુળ રહે. માલથોન ગામ તા.માલથોન જી.સાગર (મધ્‍યપ્રદેશ), (૩) આકાશ સ/ઓ આનંદ હલકઇ બંસલ ઢંગેલ ધંધો-ડ્રાઇવીંગ રહે.ભોપાલ, જાતખેડી ભવાની નગર, નવી બસ્‍તી, સરકારી આવાસ, મકાન નંબર-FB/૧૭ મુળ રહે.બીના જી.સાગર (મધ્‍યપ્રદેશ) (૪) જાગેશ્વર સુદરલાલ આસારામ લોધી જંગેર ધંધો-પેઇન્‍ટરનો રહે.ભોપાલ, જાતખેડી ભવાની નગર, નવી બસ્‍તી, સરકારી આવસ, મકાન નંબર-૫૯૮ (મધ્‍યપ્રદેશ)ને ઝડપી લીધા હતા.

જેમાં મુદામાલ મોબાઇલ ફોન - ૧૧ જેની કી.રૂ. ૬૫,૫૦૦/- અલગ અલગ બેન્‍કના એ.ટી.એમ. કાર્ડ-૨૫ જેની કી.રૂ.૦૦/૦૦ મોબાઇલ સીમકાર્ડ - ૦૯ જેની કી.રૂ.૦૦/૦૦ અલગ અલગ બેન્‍કની પાસબુક -૧૨ જેની કી.રૂ.૦૦/૦૦ કુલ મુદામાલ કી.રૂ. ૬૫,૫૦૦/-નો કબ્‍જે કરાયો છે.

આ કામના આરોપીઓ અલગ અલગ વોટસએપ નંબર પરથી કોલ કરી પાર્સલ મોકલવા બાબતે પોતે ઇન્‍કમટેકસ તથા પોલીસ ઓફીસર હોવાની ખોટી ઓળખાણ આપીને ડીજીટલ એરેસ્‍ટ કરી ડરાવીને ભય બતાવી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી સાયબર ફ્રોડ આચરે છે.

આ કામગીરી એમ.વી.પટેલ, પો.ઇન્‍સ., એલ.સી.બી., ગીર સોમનાથ.એ.સી. સિંધવ, પો.સબ ઇન્‍સ.એલ.સી.બી., ગીર સોમનાથ પીઠરામભાઇ મંગાભાઇ જેઠવા, એ.એસ.આઇ. એલ.સી.બી., ગીર સોમનાથ રામદેવસિંહ ઇન્‍દુભા જાડેજા, એ.એસ.આઇ. એલ.સી.બી., ગીર સોમનાથ ભુપેન્‍દ્રસિંહ હકુભા ચાવડા, એ.એસ.આઇ. એલ.સી.બી., ગીર સોમનાથ નટુભા ભાભલુભા બસીયા, પો.હેડ કોન્‍સ.. એલ.સી.બી., ગીર સોમનાથ પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણિયા, પો.કોન્‍સ.એલ.સી.બી., ગીર સોમનાથ ધર્મેન્‍દ્રસિંહ હરાજભાઈ ગોહીલ, પો.કોન્‍સ.એલ.સી.બી., ગીર સોમનાથ નિલેશગીરી ધીરજગીરી નિમાવત ડ્રા.એ.એસ.આઈ. એલ.સી.બી., ગીર સોમનાથએ કરી હતી.

(12:25 PM IST)