<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સાવરકુંડલામાં ઐતિહાસિક ‘નાવલી ઉત્‍સવ' : અસ્‍મિતાના ઓવારણા

સાવરકુંડલાનું ઓરિજિનલ ખમીર : ‘નાવલી ઉત્‍સવ' - ૧૯ અને ૨૦ ઓક્‍ટોબર યોજાશે : ઈંગોરિયાનું યુધ્‍ધ અને ભવ્‍ય ડાયરો : સાવરકુંડલામાં બે દિવાળી! : રાજ ગઢવી, અપેક્ષા પંડ્‍યા, કિશન રાદડિયા સાથે નાવલી ઉત્‍સવનો ડાયરો : નાવલીની સફાઈ, રિવર ફ્રન્‍ટનું સપનું : સાવરકુંડલાની નવી ઓળખ : મહેશભાઈ કસવાલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: ‘અસ્‍મિતાના ઓવારણાં નાવલી ઉત્‍સવ'નું ભવ્‍ય આયોજનઃ ૧૯ અને ૨૦ ઓક્‍ટોબર, ૨૦૨૫

સાવરકુંડલાઃ સાવરકુંડલા શહેરની અસ્‍મિતા અને સંસ્‍કળતિના પર્યાય સમાન નાવલી નદીના પુનરાસ્‍ફુરણ અને શહેરના વર્ષો જૂના ‘રીવર ફ્રન્‍ટ'ના સ્‍વપ્‍નને સાકાર કરવાના પ્રથમ ચરણરૂપે, ‘અસ્‍મિતાના ઓવારણાં નાવલી ઉત્‍સવ'નું બે દિવસીય ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

તારીખ ૧૯ અને ૨૦ ઓક્‍ટોબર, ૨૦૨૫ દરમિયાન યોજાનારા આ ઉત્‍સવમાં સાવરકુંડલાની અનોખી ઓળખ સમાન સાંસ્‍કળતિક વારસાની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. રમત ગમત યુવા અને સાંસ્‍કળતિક વિભાગ, ગાંધીનગર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને સાવરકુંડલા નગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે આ ઉત્‍સવ ઉજવાશે.

ઉત્‍સવના મુખ્‍ય આકર્ષણોઃ

  તારીખ ૧૯-૧૦-૨૫ (રવિવાર) રાત્રે ૯:૦૦ કલાકે (સ્‍થળઃ રિધ્‍ધિ સિધ્‍ધિ ચોક): ગુજરાતના ખ્‍યાતનામ કલાકારો રાજ ગઢવી, અપેક્ષા પંડ્‍યા અને કિશન રાદડિયા જેવા ધુરંધર લોકગાયકો ડાયરાની રોનકમાં ચાર ચાંદ લગાવશે. તારીખ ૨૦-૧૦-૨૫ (સોમવાર) - ‘બે બે દિવાળી'નો રંગ જામશે : રાત્રે ૯:૦૦ કલાકે (સ્‍થળઃ રિધ્‍ધિ સિધ્‍ધિ ચોક): ભવ્‍ય આતશબાજીનું આયોજન અને રાત્રે ૧૦:૦૦ કલાકે (સ્‍થળઃ દેવળા ગેઇટ): સાવરકુંડલાની અનોખી ઓળખ સમાન ઈંગોરિયાની લડાઈ (ઈંગોરિયા યુદ્ધ) યોજાશે.

ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળાની અથાગ મહેનત અને ગુજરાત સરકારના રચનાત્‍મક સહયોગર્થીં આ ઉત્‍સવ નાવલી પટાંગણને આંગણે યોજાઈ રહ્યો છે. ઉત્‍સવના પ્રારંભ રૂપે નાવલી પટાંગણમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ‘રીવર ફ્રન્‍ટ'ના સપનાને સાકાર કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

ગુજરાત સરકાર ના  રમત ગમત અને સાંસ્‍કળતિક  પ્રવળતિ વિભાગ તેમજ  ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા,નગરપાલિકા ટીમ અને શહેર ભાજપ દ્વારા સાવરકુંડલાના તમામ શહેરીજનોને આ અનોખા અને યાદગાર અવસરે સહર્ષ ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

સમગ્ર શહેરને અપીલ છે કે આ ‘નાવલી ઉત્‍સવ'ને સાથે મળીને માણીએ અને આપણી સંસ્‍કળતિ અને અસ્‍મિતાના ગૌરવને ઉજાગર કરીએ.

(12:31 PM IST)