News of Saturday, 18th October 2025
જુનાગઢના ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ૫ લાખનો દારૂ ઝડપાયો
૧૨.૭૬ લાખના મુદામાલ સાથે ૩ ને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમબ્રાંચની ટીમ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮: જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવળતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવળતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હતી.
પોલીસે યશ મેરામણભાઇ કટારા, ઉ.વ. ૨૦, રહે. ખામધ્રોળ, ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં, જૂનાગઢ, મંગલમ અજયભાઇ તાવડે, ઉ.વ. ૨૫, રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, નાલંદા,સ્કુલવાળી ગલીમાં, જયદિપ હિરાભાઇ ખાંભલા, ઉ.વ. ૨૭,રહે. ખામધ્રોળ ગામ, ધાર વિસ્તાર તા.જી. જૂનાગઢની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભીમા ડાયાભાઇ શામળા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટી અને જગા ડાયાભાઇ શામળા રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિધી સોસાયટીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ટીન મળી કૂલ નંગ - ૬૯૬. રૂા.૪,૦૬,૬૪૦, સ્કોર્પીયો રજી નં. નં. જીજે-૩૭-બી-૫૫૬૫ કિ.રૂ.૭,૦૦,૦૦૦/-, નંબર વગરનું એકસેસ કિ.રૂ.૪૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/-,કુલ મુદામાલ કિ.રૂા. ૧૨,૭૬,૬૪૦/- મુદ્દામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કળણાલ.એમ.પટેલ તથા પો.સબ.ઇન્સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ.વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા તથા પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, જેઠાભાઇ કોડીયાતર વિગેરે પો.સ્ટાફે કરી છે.(તસ્વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
