<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

જામનગરમાં સખી મંડળના મહિલા દ્વારા સ્‍વદેશી ચીજ વસ્‍તુઓની ખરીદી કરવા લોકોને વિનંતી

 

જામનગરઃ સરકાર દ્વારા વોકલ ફોર લોકલના સુત્રને સાકાર કરવા તેમજ સ્‍વદેશી ચીજવસ્‍તુઓનું ઉત્‍પાદન વધે અને લોકો સ્‍વદેશી વસ્‍તુઓની ખરીદી કરે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્‍યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં સ્‍વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યાં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ વસ્‍તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

મહાકાલી સ્‍વસહાય જૂથના મહિલા શિવાંગીબા ચૌહાણ જણાવે છે કે, દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા તેઓને ખુબ સારો ટેકો મળ્‍યો છે. એક અઠવાડિયા માટે જામનગરમાં શોપિંગ ફેસ્‍ટીવલનું આયોજન કરવામાં આવતા વડા-ધાનશ્રીના સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવવાના સૂત્રને સાર્થક કરવાનો મોકો મળ્‍યો છે. ગ્રુપની મહિલાઓ દ્વારા વિવિધ -કારની હેન્‍ડમેડ વસ્‍તુઓ બનાવવામાં આવે છે તેમાં તેઓ તોરણ, ટોડલીયા, પૂજા થાળી, શોપીસ, દિવાળીના તહેવાર દરમિયાન સુશોભનની વસ્‍તુઓ ઉપરાંત મુખવાસનું વેચાણ કરે છે. શિવાંગીબા લોકોને વિનંતી કરતા જણાવે છે કે, બધા સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવે તો સ્‍થાનિક લોકોનો જ વેપાર થશે અને તેઓ આગળ વધશે.

(1:17 PM IST)