News of Saturday, 18th October 2025
પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાના સ્વાગત માટે બપોરે બાઈક રેલી સમયે રિવર ફ્રન્ટથી હાઈવેને જોડતા રસ્તા ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ
દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો ફસાયા :રાત્રે 7-30 વાગ્યા પછી પણ ટ્રાફિક હળવો થયો નથી : લોકોમાં ભારે દેકારો

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના આજે બપોરે આગમન સમયે તેમને આવકાર આપવા ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા બાઈક રેલી માટે રિવર ફ્રન્ટથી હાઈવેને જોડતા મુખ્ય રસ્તાઓમાં કલાકો સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો,
દિવાળીની ખરીદી માટે જતા લોકોના ટુ વહીલરો ફોર વહીલરો કલાકો સુધી ફસાઈ ગયા હતા અર્જુનભાઈના આગમન સમયે પૂરતી ટ્રાફિક વ્યવસ્થાના અભવે તહેવારો સમયે લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા
રિવરફ્રન્ટના રોડમાં ટ્રાફિક જામ બાદ સામેની બાજુ ટ્રાફિક જામ થતા ઝીણી અન્ય રોડ ઉપર અસર દેખાઈ હતી,આ અન્ય રસ્તો ઉપર ટ્રાફિકજામ થતા લોકોમાં દેકારો મચી ગયો હતો, સાંજે 7-30 વાગ્યા પછી પણ શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર ભારે ટ્રેફિકજામ હળવો થયો નથી
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
