News of Saturday, 18th October 2025
કચ્છમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી: ભુજનું સ્મૃતિવન 51000 દીવડાથી ઝળહળી ઉઠ્યું
લોકો ઉમટી પડ્યા, દીપોત્સવ સાથે આતશબાજી અને રાસોત્સવ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : સમગ્ર કચ્છ જિલ્લામાં દીપોત્સવ પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જ્યારે ભુજના સ્મૃતિવન મધ્યે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દવારા સાથે મળીને વિશાળ દીપોત્સવનું કરાતું આયોજન આ વર્ષે પણ કરાયું હતું. આ દીપોત્સવને ભુજ ના લોકોએ ઉત્સાહભેર વધાવી લેતા મોટી સંખ્યામાંમાં ઉમટી પડયા હતા.
વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગ થી સ્મૃતિવન ખાતે છેલ્લા ત્રણ વર્ષ થી ધનતેરસ ના દિવસે યોજાતો દીપોત્સવ આ વખતે પણ 51000 દીવડાઓ પ્રગટાવી ને ઉજવાયો હતો.
દીપોત્સવને રાજકીય અને સામાજીક આગેવાનો ના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જેમાં જેમની આગેવાની માં આ દીપોત્સવ યોજાયો હતો એવા સામાજીક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ક્ચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,સંઘના હિંમતસિંહજી વસણ,જિલ્લા ભાજપના ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર,ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, તાપસભાઈ શાહ સહિતના આગેવાનોની હાજરીમાં ખુલ્લો મુકાયો હતો.
દીપોત્સવ અંગે દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે સૌના સહિયારા સહકાર થી આ દીપોત્સવ નું આયોજન કરવામાં આવતું હોઈ તેનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે.
ફ્રેન્ડ્સ ગ્રુપ ના રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું કે ભુજ ના લોકો માટે અને ભુજના લોકો દવારા થતું આ દીપોત્સવ ને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વધાવી લીધો તેનો અમારી બધી આયોજક સંસ્થાઓ ને આનંદ છે અને તેના દવારા અમને આગામી દિવસોમાં હજુ પણ વિશેષ અને સારા આયોજનો કરવા માટે પ્રેરણા મળશે.
આજના દીપોત્સવ માં લગભગ 10 મિનિટ સુધી સતત ફટાકડાની આતસબાજી કરવામાં આવી હતી જેને લોકો એ માણી હતી અને ત્યાર બાદ ભવ્ય રાસોત્સવ માં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ રાસ ગરબા નો આનંદ ઉઠાવ્યો હોવાનું ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવ્યું હતું.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
