News of Sunday, 19th October 2025
દિવાળી તહેવારને અનુલક્ષીને સંવેદનશીલ વિસ્તારોમાં જામનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ: જુઓ વિડિઓ
પવનચકકી, જકાતનાકા,સમર્પણ સર્કલ, સંતોષી માતાના મંદિરથી શરૂ સેકશન, રોડ, જી.જી.હોસ્પીટલ રોડ, અંબર ચોકડી, ગુલાબનગરથી લાલબંગલા સર્કલ સુધી ફલેગ માર્ચ પેટ્રોલીંગ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS)ના માર્ગદર્શન મુજબ દિવાળીના તહેવારમા જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમા, ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી શકે,તે ધ્યાને લઈને પોલીસ દ્વારા ખાસ સુચારૂ આયોજન કરવામાં આવેલ.જામનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમા ફલેગ માર્ચ પેટ્રોલીંગ ફરવામા આવેલ
જામનગર શહેર ગ્રામ્ય વિસ્તારમા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જયવિરસિંહ ઝાલાનાઓના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી./એસ.ઓ.જી તથા પોલીસ ઇન્સપેકટર -જામ સીટી એ ડીવી પો.સ્ટે/જામ સીટી બી ડીવી પો.સ્ટે, જામ સીટી સી ડીવી પો.સ્ટે,/ બેડીમરીન પો.સ્ટે તથા પોલીસ ઇન્સપેકટર ટ્રાફિક શાખા તથા પો.સબ ઇન્સ પેરોલ ફલોર સ્કોડ, તથા ત્રણેય પો.સ્ટે ના સર્વેલન્સ પો.સબ ઇન્સ તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર શહેરના પવનચકકી, જકાતનાકા,સમર્પણ સર્કલ, સંતોષી માતાના મંદિરથી શરૂ સેકશન, રોડ, જી.જી.હોસ્પીટલ રોડ, અંબર ચોકડી, ગુલાબનગરથી લાલબંગલા સર્કલ સુધી ફલેગ માર્ચ પેટ્રોલીંગ રાખવામા આવેલ,
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
